ગુજરાત

gujarat

ETV Bharat / state

Uttarayan 2022 Gujarat: ભુજમાં પતંગ અને ફીરકીએ જમાવ્યું આકર્ષણ, વેપારીઓને વેપાર વધવાની આશા

આ વર્ષ કોરોનાના કારણે રાજ્યમાં પતંગ દોરાના વેપારીમાં(Uttarayan 2022 Gujarat) માઠી અસર પડી છે. ત્યારે ભુજમાં પણ પતંગ અને દોરીના વેચાણમાં(Kite Firki Trader in Bhuj) ભારે ઘટાડો થયો છે. આ ઉપરાંત પતંગ અને દોરીના ભાવમાં 25થી 40 ટકા જેટલો વધારો પણ થયો છે.

By

Published : Jan 13, 2022, 10:15 AM IST

Uttarayan 2022 Gujarat: ભુજમાં પતંગ અને ફીરકીએ જમાવ્યું આકર્ષણ, વેપારીઓને વેપાર વધવાની આશા
Uttarayan 2022 Gujarat: ભુજમાં પતંગ અને ફીરકીએ જમાવ્યું આકર્ષણ, વેપારીઓને વેપાર વધવાની આશા

કચ્છઃ ઉતરાયણને(Uttarayan 2022 Gujarat) હવે માત્ર ગણતરીના બે જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ વર્ષે કોરોનાના કારણે ભુજમાં પતંગ અને દોરીના વેચાણમાં(Kite Firki Trader in Bhuj) 30 ટકા જેટલો ઘટાડો થયો છે. ઉપરાંત પતંગ અને દોરીના ભાવમાં 25થી 40 ટકા જેટલો વધારો થયો છે તેના કારણે પતંગ-દોરીના વેચાણમાં ઘટાડો થયો છે.પરંતુ ભુજના વેપારીઓને વિશ્વાસ છે કે ઉતરાયણના(Festival of Uttarayan) આગલા દિવસે સારી ઘરાકી મળશે.

પતંગ દોરાના વેપારીઓમાં નિરાશા

ભુજમાં પતંગ અને દોરાના વેપારી પર અસર

પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે, "આમ તો ભુજમાં ડિસેમ્બર મહિનાના અંતથી લોકો પતંગ અને દોરીની ખરીદી કરતા હોય છે. પરંતુ આ વખતે કોરોના ગાઈડ લાઈન(Corona Guideline on Uttarayan) જાહેર થયા બાદ પણ હજી સુધી જેવું વેચાણ થવું જોઈએ તેવું વેચાણ થયું નથી. આ ઉપરાંત આ વખતે કાગળના પતંગના ભાવોમાં 25થી 30 ટકા જેટલો વધારો છે. તો પ્લાસ્ટિકના પતંગમાં 10થી 15 ટકા જેટલો ભાવ વધારો આવ્યો છે.

બરેલીની દોરની માંગ ધુમ્મસના કારણે અપૂર્ણ

ઉપરાંત દોરીની વાત કરવામાં આવે તો ખાસ કરીને બરેલીની દોરની માંગ હોય છે. પરંતુ આ વખતે ધુમ્મસ હોવાના કારણે દોરનો જથ્થો પૂરતા પ્રમાણમાં નથી આવ્યો અને તેની જગ્યાએ નવતર પાંડા તેમજ લાલ કિલ્લા જેવી દોરની માંગ પણ વધી છે. પરંતુ આ તમામ દોરમાં પણ 10થી 15 ટકા વધારો આવ્યો છે. છેલ્લાં 33 વર્ષોથી પતંગ અને દોરનો વેપાર કરતા પરેશ ઠકકરે જણાવ્યું હતું કે 33 વર્ષોનો અનુભવ છે કે ભુજની જનતા ઉતરાયણની(Makar Sankranti 2022) પહેલાંના બે દિવસોમાં જ ખરીદી કરવા ઉમટે છે.

નાના પતંગ અને નાની ફીરકીએ જમાવ્યું આકર્ષણ

અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે, એક પતંગના ભાવ 4 રૂપિયાથી કરીને 7 રૂપિયા જેટલા છે. તો ફીરકી ભાવ 1000 વાર, 2000 વાર અને 3000 વાર મુજબ 50થી 600 રૂપિયા છે. સૌથી વધારે માંગ કલર ચિલ પતંગની છે. ફીરકીમાં 1000 વારની પાંડા બ્રાન્ડની માંગ વધારે છે. તેમજ વેચાણમાં 50 ટકા ઘટાડો જોવા મળ્યો છે. નાની ફીરકી, માસ્ક તેમજ કેપ વગેરેની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. નાની ફીરકી અને પતંગે આકર્ષણ જમાવ્યું છે.

આ પણ વાંચોઃ Makar Sankranti 2022: પાટણમાં પતંગ દોરીના ભાવમાં 30 ટકાનો વધારો, ગ્રાહકો પર અસર

આ પણ વાંચોઃ makar sankranti 2022: ભાવનગરમાં ઉત્તરાયણમાં બજારો કેટલી ગરમ અને શું ભાવ જાણો...

ABOUT THE AUTHOR

...view details