ગુજરાત

gujarat

ETV Bharat / state

યોગીનો કચ્છમાં જંગી પ્રચાર, રાપર બેઠક પરત મેળવવા ભાજપની કવાયત

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022 પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. ઠેર ઠેર સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન(Chief Minister of Uttar Pradesh) યોગી આદિત્યનાથે કચ્છના રાપર(Rapar legislative assembly) ખાતે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધી હતી.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કચ્છના રાપર ખાતે સભા સંબોધી
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કચ્છના રાપર ખાતે સભા સંબોધી

By

Published : Nov 23, 2022, 8:45 PM IST

કચ્છ: ગુજરાત વિધાનસભાચૂંટણીનો(gujarat legislative assembly 2022) પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. ઠેર ઠેર સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન(Chief Minister of Uttar Pradesh) યોગી આદિત્યનાથે કચ્છના રાપર(Rapar legislative assembly) ખાતે ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધી હતી.

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કચ્છના રાપર ખાતે સભા સંબોધી
બેઠક પાછી મેળવવા કવાયત: યોગી આદિત્યનાથની સભાના આયોજનથી રાપરના વાગડમાં ચૂંટણી પ્રચાર વધુ વેગવંતો બની જશે. રાપર બેઠક ગત ટર્મમાં કોંગ્રેસ પાસે હતી તે રાપર બેઠક પરત મેળવવાના હેતુસર ભાજપ દ્વારા સ્ટાર પ્રચારક ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો.આ અગાઉ ભીમાસર અને ગેડી ખાતે સ્ટાર પ્રચારક અને કર્ણાટકના પુર્વ રાજયપાલ વજુભાઈ વાળાની સભા યોજાઈ હતી.આ સભામાં કોંગ્રેસના અનેક કાર્યકરો અને હોદ્દેદારો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. સભામાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને પ્રજા યોગી આદિત્યનાથને સાંભળવા ઉમટી હતી.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ કરી: યોગી આદિત્યનાથે પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે આ અગાઉ કચ્છના ભૂકંપ દરમિયાન મને આવવાનો અવસર મળ્યો હતો. આજે ગુજરાતની પાવન ધરા પર દ્વારકાધીશના દર્શન કરવાની તક મળી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને સનમાન આપવામાં આવ્યું. કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભેટ આપવામાં આવી છે. ગુજરાતની માટીએ જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ પ્રાપ્ત કરાવ્યું છે.આજે દેશ આઝાદીનું અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે કોંગ્રેસની સભામાં રાષ્ટ્રગીતની બદલે ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. ભારત આજે ભારતે ઈંગ્લેન્ડને પછાડીને 5મો ક્રમાંક હાંસલ કર્યો છે.તો આજે ભારત G-20માં એક વર્ષ માટે નેતૃત્વ કરતો થતી છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત વિકાસ નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરી રહ્યું છે. દેશમાં આતંકવાદ, નક્સલવાદ નાબૂદ થવા પર છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત એક વિકસીત દેશ તરીકે નિર્માણ થઈ રહ્યું છે અને ભારતની સીમા સુરક્ષિત બની છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરના નિર્માણ ભારતના રાષ્ટ્રીય ગૌરવનું મંદિર હશે.

કોંગ્રેસ પર આકરા પ્રહારો: કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમને જણાવ્યું હતું કે કોંગ્રેસ ભારતનો વિકાસ કરી શકે તેમ નથી તો કોંગ્રેસને કેમ પસંદ કરવી જોઈએ. ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી એ કોંગ્રેસનો હિસ્સો છે. કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ ના કરતા. કોંગ્રેસના શાસનના કોરોના કાળમાં ફ્રી ટેસ્ટ, વેક્સિન, રાશન ના થઈ શકે આ તમામ ભાજપના શાસનમાં તમામ ઉપચારો ફ્રીમાં થયા છે.

ભાજપની જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત: રાપર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમને આશીર્વાદ આપવા આવ્યા હતા અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તો ભારતીય જનતા પાર્ટીના યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે અમારા માટે એટલો બધો ઉત્સાહ છે. કારણ કે આ દેશના લોકસમ્રાટ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરેન્દ્રસિંહને આશીર્વાદ દેવા માટે પધાર્યા હોય ત્યારે જે માનવ મહેરામણ ઉમટયું હતું અને લોકોમાં ઉત્સાહ હતો.ત્યારે રાપર વિધાનસભા બેઠકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા સમગ્ર ગુજરાતમા જંગી બહુમતીથી જીતેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details