ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : કચ્છમાં કમોસમી વરસાદથી 6335.8 હેક્ટરમાં પાકને નુકસાની, વળતરની કરાઇ માંગ - વળતરની માગ

સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર સાઈકલોનિક સકર્યુલેશનની અસરના કારણે અનેક વિસ્તારોમાં શિયાળો હોય કે ઉનાળો અષાઢી માહોલ સર્જાય છે. ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ વરસે છે. છેલ્લાં એક વર્ષમાં અનેક વખત કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું છે.

unseasonal-rain-in-kutch-demand-for-compensation
unseasonal-rain-in-kutch-demand-for-compensation

By

Published : May 3, 2023, 7:42 PM IST

Updated : May 4, 2023, 10:30 PM IST

કચ્છમાં કમોસમી વરસાદથી પાકને નુકસાની

કચ્છ: કચ્છના ખેડૂતો જુદાં જુદાં 10 તાલુકામાં ત્રણેય ઋતુમાં જુદાં જુદાં પાકો લેતા હોય છે. જેમાં ખરીફ પાક, રવિ પાક અને ઉનાળું પાકનો સમાવેશ થાય છે. સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને દિવસેને દિવસે તાપ પણ વધી રહ્યો છે ત્યારે જો વરસાદની વાત કરવામાં આવે તો હાલ વાતાવરણમાં પરિવર્તનને કારણે ન માત્ર ચોમાસામાં જ પરંતુ હવે તો ઉનાળા તથા શિયાળામાં પણ વરસાદ પડવા લાગ્યો છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ઉનાળુ તથા શિયાળુ પાક ઉપરાંત બાગાયતી પાકમાં નુકસાની તો થાય જ છે સાથે સાથે કમોસમી વરસાદના લીધે રોગચાળો પણ ફેલાય છે.

ત્રણેય સીઝનમાં વરસે છે વરસાદ:વાતાવરણીય પરિવર્તનને લીધે ક્યારેક ક્યારેક ઉનાળા તથા શિયાળાની ઋતુમાં પણ મેઘરાજા કમોસમી વરસાદના રૂપે વરસે છે. શિયાળામાં સામાન્ય રીતે વેસ્ટર્ન વિસ્તારમાંથી લો પ્રેશર ઉદભવે છે તેના લીધે ક્યારેક કમોસમી વરસાદ વરસે છે. વેસ્ટર્ન વિસ્તારમાં જે લો પ્રેશર ઉદભવે છે તે કાશ્મીરની ઘાટીઓ સાથે ટકરાય છે તેના લીધે શિયાળામાં પણ વરસાદ પડતો હોય છે. વાતાવરણીય પરિવર્તનની અન્ય આશરો પણ થતી હોય છે. જેમાં ગુજરાતના અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ શિયાળામાં વરસાદ પડે છે અને તેના લીધે જ વાતાવરણમાં લઘુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે છે.

શા માટે ઉનાળામાં પણ આવે છે વરસાદ?:ઉલ્લેખનીય છે કે ઉનાળામાં કમોસમી વરસાદ માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જેમાં thunderstorm activity ગમે ત્યારે બની જતી હોય છે તો સાથે જ ઉનાળામાં બહુ ગરમી વધી જતી હોય છે ત્યારે ગરમ હવા ઉપર જઈને thunderstormમાં રૂપાંતરિત થાય છે અને અમુક સ્થાનિક વિસ્તારોમાં વરસાદ પડતો હોય છે જે 2-3 કલાક પૂરતું જ હોય છે. ઉનાળામાં થતાં વાતાવરણમાં આ પરિવર્તનના 3 સ્ટેજ હોય છે. જેમાં devlope થવાનું, mature થવાનું અને પછી dissipate થવાનું અને આ કારણોસર વરસાદ પડે છે.

કચ્છમાં ઋતુ પ્રમાણે જુદાં જુદા પાકોનું વાવેતર:કચ્છની વાત કરવામાં આવે તો કચ્છના ખેડતોએ કચ્છના 10 તાલુકાઓમાં છેલ્લાં 1 વર્ષમાં કુલ 6,45,902 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું છે અને 1,55,385 હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 37,779 હેક્ટરમાં ઉનાળું પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષના સરેરાશ વાવેતરની વાત કરવામાં આવે તો 6,07,458 હેક્ટરમાં જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર થતું હોય છે તો 1,63,153 હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થતું હોય છે તેમજ સરેરાશ 28,074 હેક્ટરમાં ઉનાળું પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે.

કમોસમી વરસાદે પાકમાં કર્યું નુકસાન:જિલ્લામાં છેલ્લાં કેટલાક સમયથી શિયાળા તેમજ ઉનાળા બંનેમાં કમોસમી વરસાદ વરસતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને ભારે ગાજવીજ અને પવનના તોફાન વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કચ્છના તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદે હાજરી આપી છે. કમોસમી વરસાદ પડયા પછી ખેતીવાડીને ભારે નુકસાન થયું છે. વાડી વિસ્તારમાં મોટાભાગે ઘઉંનો પાક તૈયાર થઇ જતાં ખેડૂતોએ કાપણી કરી રાખી હતી તો અન્ય પાકો એરંડા અને રાયડાનો ઊભેલો પાક અને પશુઓ માટેના ચારાનો કરાને લીધે પાક નાશ પામ્યો છે.

રિપોર્ટ બાદ નુકસાન થયેલ પાકોની સહાય ખેડૂતોને આપવામાં આવશે:જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાદ ખેતીવાડી અધિકારી દ્વારા નુકસાન અંગેનું સર્વે કરવામાં આવે છે. જેના રિપોર્ટ બાદ નુકસાન થયેલ પાકોની સહાય ખેડૂતોને આપવામાં આવે છે. માર્ચ મહિના સુધી કચ્છના જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા 100 ટકા સર્વેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 92 જેટલી સર્વે ટીમ દ્વારા કચ્છના 10 તાલુકાઓમાં 33 ટકા અને તેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારની માહિતી એકઠી કરવામાં આવી હતી.

10 તાલુકાના ખેડૂતોનો સર્વે:જિલ્લા ખેતીવાડી કચેરીના મદદનીશ નિયામક ખેતીવાડી અધિકારી શાંતિલાલ પ્રજાપતિએ આંકડાકીય માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે હાલ કચ્છના 10 તાલુકામાં કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાનનું સર્વે કરવામાં આવ્યું હતું . તેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે અને ત્યાર બાદ સરકાર દ્વારા સહાયની રકમ ચૂકવવામાં આવશે. જિલ્લાના 10 તાલુકાના 4069 ખેડૂતોને ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો.

6335.8 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાની:કચ્છમાં કમોસમી વરસાદ બાદ કુલ 1,79,567 હેક્ટર પૈકી 30543 હેક્ટર કે જે અસરગ્રસ્ત વિસ્તાર છે તેનું સર્વે કરવામાં આવ્યું હતું. જે પૈકી 33 ટકા કે તેથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારની વાત કરવામાં આવે તો 6335.8 હેક્ટરમાં ખેડૂતોના પાકને નુકસાની થઈ છે. તેમજ ખેડતોને જે સહાય ચુક્કવાપાત્ર છે તે કુલ 8,55,33,300 રૂપિયાની સહાય ખેડૂતોને ચુક્કવાપાત્ર છે.

'શિયાળામાં રવિ પાકની લણણી કરવાની સિઝન હતી ત્યારે ઘઉંનો પાક તૈયાર હતો અને માવઠું પડ્યું હતું. ઘઉંના પાકમાં એવો છે ઘઉંના પાક જ્યારે લણવાની તૈયારીમાં હોય અને ત્યારે તેની ઉપર પાણી પડવાથી એ ઘઉંનો પાક અને એનો દાણો કાળો થઈ જાય છે અને કાળો થઈ જવાથી બજારમાં એ ઓછા ભાવે વેચાય છે. એરંડામાં વરસાદના કારણે 100 ટકા નુકસાની થઈ હતી.' -રવજીભાઈ ચાવડા, ખેડૂત

વિવિધ પાકને નુકસાન:શાકભાજીમાં ટમેટા ઉપર કરા પડવાથી નુકસાની થઈ હતું. ટમેટાનો માલ 100 ટકા તૈયાર હતો અને બજારમાં જવા તૈયાર પણ હતો. તો બીજી બાજુ શેરડી અને અત્યારે જે આંબાની સિઝન છે તો તેના પાકમાં પણ નુકસાની થઈ હતી. આજે કેસર કેરી અને આંબા માત્ર 25 ટકા જેટલા જ રહ્યા છે. જે તે વખતે માર્ચ મહિનામાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો અને વાવાઝોડા જે આવ્યું હતું તેમાં નુકસાની થઈ હતી. જેને કારણે ખેડૂતને મોટો નુકસાન થયું છે.

આ પણ વાંચોCrop Damage Survey : કમોસમી વરસાદના નુકસાનનો સર્વે પૂર્ણ, 15 જિલ્લામાં પાક નુકસાની સર્વે અને સહાય વિશે જાણો

આ પણ વાંચોUnseasonal rain : જૂનાગઢમાં કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન, સરકાર સર્વેની જાહેર ન કરતા ખેડૂતો મુંઝવણમાં

Last Updated : May 4, 2023, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details