કચ્છના અંજાર અને કિડાણામાં બે કોરોના પોઝિટિવ કેસ, 10 રિપોર્ટ પેન્ડિંગ - કચ્છમાં 2 કરોના દર્દી
ચ્છના અંજાર અને કિડાણામાં બે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.આરોગ્ય વિભાગે આ દર્દીઓને સારવાર માટે ખસેડીને કવોરન્ટાઈન સહિતની કામગીરી આદરી છે.
કચ્છ: કચ્છમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગાંધીધાનના કિડાણા ગામની હરિઓમ નગરના રહેવાસી 46 વર્ષિય મહિલા અને અંજારના ગંગોત્રી સોસાયટીના 28 વર્ષિય યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગે આ દર્દીઓને સારવાર માટે ખસેડીને કવોરન્ટાઈન સહિતની કામગીરી આદરી છે.
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની સત્તાવાર માહિતી મુજબ હાલે કુલ 8 કન્ટેન્મેન્ટ ઝોનમાં 896 લોકોનો સર્વે કરાયો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 123 શંકાસ્પદ કેસોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં 2 પોઝિટિવ કેસ નોંધાયેલા છે. 10 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી કુલ 95 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં 16 એકટીવ પોઝિટિવ કેસ છે.
કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં 1304 જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં 6128 લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. જયારે પોઝિટિવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 392 લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. અત્યાર સુધી 741 વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાની વિવિધ કોવિડ હોસ્પિટલમાં હાલ 21 દર્દી એડમીટ છે જેમાંથી એક દર્દીની સ્થિતી ગંભીર છે. અને અત્યાર સુધીમાં કુલ 244 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.