ગુજરાત

gujarat

ETV Bharat / state

મતગણતરી અંગે કર્મચારીઓ અને અધિકારીઓ માટે તાલિમ વર્ગ યોજાયો

ભૂજઃ લોકસભાની સામાન્ય ચૂંટણી-2019માં 1-કચ્છ લોકસભા મતદાન સુધીનો પ્રથમ તબક્કો પાર કરીને હવે મતગણતરીનો સંવેદનશીલ અને મહત્વપૂર્ણ અંતિમ તબક્કો આગામી 23 મેએ યોજાશે. આ માટે ચૂંટણી કમિશનની એક-એક સૂચનાને હળવાશથી ન લેવા તેમજ ‘‘ચલતા હૈ..’’નો અભિગમ નહીં અપનાવવાની તાકિદ સાથે તાલિમ વર્ગ યોજાયો હતો.

મતગણતરી અંગે કર્મચારીઓ અને અધિકારીઓ માટે તાલિમ વર્ગ યોજાયો

By

Published : May 15, 2019, 3:19 PM IST

જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહને મત-ગણતરી સાથે સંકળાયેલા તમામ અધિકારી-કર્મચારીઓને જરૂરી સૂચના આપી હતી. ભૂજના ટાઉનહોલ ખાતે મતગણતરીકારોને સંબોધતાં તેમણે કાઉન્ટીંગ હોલમાં કોઇપણ સંજોગોમાં મોબાઇલ લઇ જવાની ચૂંટણી પંચની સખત મનાઇનો ખાસ ઉલ્લેખ કરી મતગણતરી કેન્દ્રની ત્રિસ્તરીય સુરક્ષા હોવાથી જે કોઇ અંદર પ્રવેશ કરે તેનું ઓળખકાર્ડ ચકાસ્યા બાદ જ પ્રવેશ અપાશે. મતગણતરી દરમિયાન કોઇપણ બાબત ઉપસ્થિત થાય તો મદદનીશ ચૂંટણી અધિકારીનું તરત ધ્યાન દોરવા જણાવ્યું હતું.

મતગણતરી અંગે કર્મચારીઓ અને અધિકારીઓ માટે તાલિમ વર્ગ યોજાયો

મતગણતરીની પ્રક્રિયામાં ભૂતકાળમાં જયારે-જયારે પ્રશ્નો થયેલા છે. ત્યારે તેમાં મોટાં ભાગે માનવીય ભૂલ હોવાનું સામે આવ્યું છે. ઇવીએમ મશીનમાં કોઇ ઇસ્યુ નથી, તેમ જણાવી મતગણતરી દરમિયાન પ્રક્રિયાઓનું તાલીમમાં જણાવ્યા અનુસાર સુચારૂ પાલન કરવા ઉપર તેમણે વિશેષ ભાર મૂકયો હતો.

મતગણતરી અંગે કર્મચારીઓ અને અધિકારીઓ માટે તાલિમ વર્ગ યોજાયો

સવારે આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટ તેમજ બાદમાં ઇવીએમમાં પડેલ મતોની કાઉન્ટીંગની કામગીરી હાથ ધરાશે.કાઉન્ટીંગ સાથે સંકળાયેલાઓને ગુપ્તતાના સોગંદ લેવડાવવા, 7-વિધાનસભાના દરેક કાઉન્ટીંગ હોલમાં 8 સ્ટેટીક કેમેરા સાથે વિડિયો રેકોર્ડીંગ, રીટર્નીંગ ઓફિસર અને ઓબ્ઝર્વરની હાજરીમાં મતદાન મથકના નંબરની એક-પછી એક ચીઠ્ઠી કાઢી 7 વિધાનસભામાં 5-5 વીવીપેટની સ્લીપોની બેંકના કાઉન્ટર જેમ તેની સ્લીપોની ગણતરી કરાશે.

ABOUT THE AUTHOR

...view details