ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના રણોત્સવ દરમિયાન થયા છે 1 કરોડથી વધારે રુપિયાના મીઠા માવાનું વેચાણ - કચ્છ ઉત્સવ

કચ્છના બન્ની વિસ્તારનો(Banni area of ​​Kutch) પ્રખ્યાત કચ્છી મીઠો માવો(Kutchi sweet Mava) કે જે કચ્છના બન્ની વિસ્તારના ગામો ભીરંડીયારા, હોડકો, ધોરડો ગામના માલધારીઓ દ્વારા બનાવવામાં આવતું હોય છે અને કોરોનાકાળમાં માવાનું વેંચાણ ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. પરંતુ હાલમાં રણોત્સવ(kutch rann utsav 2021) શરૂ થતાં ફરીથી માલધારીઓને આર્થિક ફાયદો થતાં માલધારીઓમાં અનેરી રોનક છવાઈ છે.

કચ્છના રણોત્સવમાં 1 કરોડથી વધારે રુપિયાના મીઠા માવનું વેચાણ
કચ્છના રણોત્સવમાં 1 કરોડથી વધારે રુપિયાના મીઠા માવનું વેચાણ

By

Published : Nov 25, 2021, 3:39 PM IST

Updated : Nov 26, 2021, 6:01 PM IST

  • રણોત્સવનો પ્રારંભ થતાં કાચી મીઠા માવાનું વેંચાણ વધ્યું
  • કોરોના મહામારીના બે વર્ષ બાદ રણોત્સવ સ્થાનિકો માટે આર્થિક લહેર બનીને આવ્યો
  • કચ્છમાં દરરોજના 300થી 400 કિલો વેંચાણ

કચ્છઃ કચ્છમાં છેલ્લાં બે વર્ષથી કોરોના મહામારીના કારણે સફેદ રણ(white desert of kutch) અનેરણોત્સવ(kutch rann utsav) માણવા આવતા પ્રવાસીઓની(kutch Tourists) સંખ્યા ખૂબ ઓછી રહી હતી. જેથી કચ્છના બન્ની વિસ્તારના(Banni area of ​​Kutch) ધોરડો અને તેની આસપાસના ગામોમાં બન્નીની ભેંસના દૂધમાંથી તૈયાર થતા શુદ્ધ માવાના વેચાણમાં(Sale of pure Mava) ખોટ આવી હતી અને બન્નીના માવા ઉદ્યોગને માઠી અસર થઈ હતી. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ઘટતા જિલ્લાના તમામ પર્યટન સ્થળો ફરીથી પ્રવાસીઓથી ધમધમી રહ્યા છે. ત્યારે બે વર્ષ બાદ આ વર્ષે રણોત્સવ પણ ફરી શરૂ થયો છે. જેનો સીધો ફાયદો બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. જેના પગલે માલધારીઓને અહીંના દુધના માવાના વેચાણમાં મોટો ફાયદો થઈ રહ્યો છે.

જાણો કઈ રીતે બને છે કચ્છી મીઠો માવો

કચ્છી મીઠો માવોએ(Kutchi sweet Mava) બન્ની વિસ્તારની ભેંસના દૂધમાંથી(Buffalo milk Mava) બને છે અને સાથે સાથે તેમાં ખાંડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર બાદ આ મિશ્રણને 2 થી 3 કલાક માટે ઉકાળવામાં આવે છે. 5 લીટર દૂધમાંથી 1 કિલો માવો બને છે. ક્યારેક ક્યારેક સારા ફેટ વાળું દૂધ હોય છે તો તેમાંથી માવો બનાવ્યા બાદ ઘી પણ બને છે. આમ, તો માવો દરેક જગ્યાએ બનતો હોય છે. પરંતુ કચ્છના ભીરંડીયારા ખાતે બનતા માવાનો(Mava of Bhirandiyara, Kutch) સ્વાદ કંઈક અલગ જ હોય છે કારણ કે અહીંનું વાતાવરણ આ માવાને માફક હોય છે.

કચ્છના રણોત્સવમાં 1 કરોડથી વધારે રુપિયાના મીઠા માવનું વેચાણ

માવાની કિંમત 300થી 450 રૂપિયે કિલો

ભીરંડીયારામાં 20 જેટલા વેપારીઓ માવો વેંચે છે. આમ તો મુખ્યત્વે એક જ પ્રકારનો માવો બનાવે છે. પરંતુ અમુક વેપારીઓએ હાલમાં રણોત્સવને(kutch rann utsav 2021) ધ્યાનમાં રાખીને ડ્રાયફ્રુટ માવો પણ બનાવવાનું શરૂ કર્યું છે. દરરોજનું સરેરાશ દરેક વેપારી 15થી 20 કિલો માવાનું વેંચાણ કરે છે. તેમજ દરરોજ કુલ 300થી 400 કિલો માવાનું વેચાણ થાય છે. માવાની કિંમત જાણીએ તો, સાદો માવો 300થી 350 રૂપિયે કિલો અને ડ્રાયફ્રુટ માવો 400થી 450 રૂપિયે કિલો વેંચાઈ છે.

માવો વેચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે

1મી નવેમ્બરથી રણોત્સવનો રંગેચંગે પ્રારંભ થઇ ચૂક્યો છે અને દિવાળી વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓની સંખ્યા સરહદી જિલ્લામાં જોવા મળી રહી છે. તેમાં સફેદ રણની મજા માણવા આવતા લોકો પરત જતા સમયે વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાની પણ ખરીદી કરતા હોય છે. ચાર મહિના ચાલતા આ રણોત્સવ(rann utsav details) દરમિયાન અંદાજે માવો વેંચતા વેપારીઓ 1 કરોડથી વધારે રૂપિયાનો વેપાર કરતા હોય છે.

આ પણ વાંચોઃ આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી દિવસ, જાણો શું છે તેનું ઔચિત્ય

આ પણ વાંચોઃ ઇઝરાયેલ દ્વારા 5થી 11 વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ કરાયું શરૂ

Last Updated : Nov 26, 2021, 6:01 PM IST

ABOUT THE AUTHOR

...view details