ગુજરાત

gujarat

By

Published : Sep 1, 2019, 4:29 PM IST

ETV Bharat / state

કચ્છના તમામ ડેમ અને અછતના પ્રશ્નોને લઈ વાસણભાઈ આહિરે સમીક્ષા બેઠક યોજી

કચ્છઃ જિલ્લાની મુખ્યપ્રધાને મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે કચ્છના તમામ ડેમમાં નર્મદા ડેમનું ઉમેરવાની જાહેરાત કરી હતી.સાથે અછત લગતાં પ્રશ્નો નિવારવા અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ટપ્પર ડેમ ખાતે રાજયપ્રધાન વાસણભાઈ આહિરે પણ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહીરે કચ્છના તમામ ડેમ અને અછતના પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજી

સામાજિક, શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન પ્રધાન વાસણભાઈ આહીરે ટપ્પર ડેમ અને શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા વિવિધ પાસાંઓની ચર્ચા-વિચારણા કરી હતી. ટપ્પર ડેમ ખાતે થતાં નવા જેકવેલના કામને કેનાલ દ્વારા ભરવાના કાર્ય અને ટપ્પર ડેમને ઓવરફલો કરી આસપાસ આવેલાં ગામના કૂવાઓને રીચાર્જીંગનો લાભ આપવા નિર્દેશો આપ્યાં હતા.

રાજ્યપ્રધાન વાસણભાઈ આહીરે કચ્છના તમામ ડેમ અને અછતના પ્રશ્નોને લઈ સમીક્ષા બેઠક યોજી

ભૂજના રૂદ્રાણી ડેમમાં નર્મદાના નીર ભરવા, સિંચાઈ વિભોના નવા પ્લાનને એસ્ટીમેટ બનાવવા અને શિણાય ડેમને નર્મદા નીરથી ભરવા માટે સર્વે કરાયો હકતો. તેમજ ખેડૂતો સાથે જમીન સંપાદનના પ્રશ્નોના ઉકેલ માટે સંયુકત બેઠક યોજાઈ હતી.

ટપ્પર ડેમથી સાપેડા સુધીની 21 કિલોમીટર વિસ્તારમાં પાઇપલાઈન નાખવાની અને જમીન સંપાદનને લગતી બાકી કામગીરીને આગળ ધપાવવા માટે ખેડૂતોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત જમીન સંપાદન કરવાની કામગીરીમાં આવેલી રૂકાવટોનો ત્વરિત નિકાલ લાવી, ખેડૂતોને પૂરતું જમીન વળતર મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details