ગુજરાત

gujarat

By

Published : Nov 1, 2019, 7:55 PM IST

ETV Bharat / state

લખપતના છેવાડાના ગામોમાં પાકિસ્તાની તીડનું આક્રમણ યથાવત

કચ્છ: છેવાડાના લખપત તાલુકાના ગામોમાં પાકિસ્તાન તરફથી આવેલા તીડના આક્રમણ હજુ પણ યથાવત છે. જેથી ખેડૂતો ચિંતામાં છે. તંત્રએ સુચવેલા તમામ પ્રયાસો બાદ પણ તીડના આક્રમણને રોકી શકાયું નથી. ખેડૂતોનો પાક નષ્ટ થતા દિવાળી બગડી હતી. ખેતીવાડી વિભાગ પ્રયાસો ચોક્કસ કરી રહ્યું છે. પરંતુ, તીડનો નિકાલ કરવામાં આવ્યો નથી.

kutch

કચ્છમાં દસેક દિવસથી લખપત તાલુકામાં તીડનું આક્રમણ થયું છે. જેનાથી ખેડૂતો ત્રસ્ત થઈ ગયા છે. ખેડૂતો દવા છાંટી રહ્યા છે. પરંતુ, તીડ જાણે હજુ વિદાય લેવાનું નામ જ નથી લેતા. પ્રથમ મોટી છેરના ખેતરોમાં નુકસાન કર્યુ હતું, ત્યારબાદ આ તીડે કોરિયાણી, કપુરાશી, ફુલરા, ધારેશી, ઘડુલીના ખેતરોમાં પણ મોટી સંખ્યામાં તીડ દેખાયા હતાં.

લખપતના છેવાડાના ગામોમાં પાકિસ્તાની તીડનું આક્રમણ યથાવત

ધારેશી ફુલરા વચ્ચે ડેમની કેનાલ પાસે પુષ્કળ પ્રમાણમાં તીડની સંખ્યા જોવા મળી રહી છે. તીડના આક્રમણને પગલે ખેતીવાડી વિભાગ દોડી આવ્યો હતો. હાલમાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details