ગુજરાત

gujarat

ETV Bharat / state

અબડાસા પેટાચૂંટણી મતદાનના દિવસે આવી રહેશે કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થા... - કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થા

કચ્છના અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ રહી છે. આ માટેનું જાહેરનામું અને ઉમેદવારી કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. આ તબક્કે વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે તંત્રએ મતદાન તાલીમ અને વિવિધ કામગીરી માટે કેવી તૈયારી કરી છે અને શું વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે ઈટીવી ભારતે તંત્ર પાસેથી વિવિધ વિગતો મેળવી હતી.

kutchttp://10.10.50.85:6060//finalout4/gujarat-nle/thumbnail/10-October-2020/9119767_329_9119767_1602303569692.pngh
kutch

By

Published : Oct 10, 2020, 10:10 AM IST

ભુજઃ કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે વધી રહ્યું છે. આ વચ્ચે અનલોક પાંચની ગાઈડલાઈન અને ચોક્કસ નિયમો સૂચવ્યા છે. જેમાં સામાજિક અંતર, માસ્ક અને સેનેટાઈઝર પર ભાર મૂકાઈ રહ્યો છે. ત્યારે અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી માટે જિલ્લા આરોગ્ય તંત્રની મુખ્ય આગેવાનીમાં ચૂંટણી પંચે એક ટીમ તૈયાર કરી છે. જે આ કોરોના મહામારી સામે સાવચેતીના તમામ પગલા ભરશે. 500 થર્મલ ગન બે લાખ 60 હજાર જેટલા માસ હેન્ડ ગ્લોઝ સાબુ પાણી 2800 સેનિટાઇઝર બોટલ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

અબડાસા પેટાચૂંટણી મતદાનના દિવસે આવી રહેશે કોરોના સામેની સુરક્ષા વ્યવસ્થા...
કચ્છ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી બી.એમ. પ્રજાપતિ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણીની તૈયારી આયોજન અને તાલીમ સહિતની વિવિધ કામગીરી ચાલી રહી છે આ વચ્ચે કોરોના મહામારીને ધ્યાને રાખીને મુખ્ય ચૂંટણી પંચે આપેલી ચોક્કસ ગાઇડલાઇન્સનું વિશેષ ધ્યાન રખાઈ રહ્યું છે. ખાસ કરીને મતદાનના દિવસે લાખો મતદારો એકત્ર થવાના હોવાથી આ વખતે મતદાન મથક અને મતદાનની પ્રક્રિયા સાવ અલગ રહેશે.જિલ્લા તંત્રે જરૂરી સામાન મેળવવા કામગીરી આદરી દીધી છે, તો આરોગ્ય તંત્રના સહયોગથી એક ટીમ તૈયાર કરવામાં આવી છે. જે વિવિધ તાલીમ મતદાન સહિતના દિવસે કોરોના સામેની લડાઇના ચોક્કસ નિયમોની અમલવારી અને દેખરેખ રાખશે. સાથે જ સેનિટાઈઝ, માસ્ક અને સામાજિક અંતરના નિયમનું ચોકસાઈ સાથે પાલન કરાવશે.મતદાનના દિવસે મથકો પર આવનાર મતદારો માટે ત્રણ લાઈન રખાશે. પુરુષ, સ્ત્રી અને દિવ્યાંગ તથા 80 વર્ષથી ઉપરના મતદારો માટેની લાઇન લખાશે. મથકમાં કુલ મળીને 25 મતદારો લાઈનમાં ઊભા રહેશે. લાઈનમાં સામાજિક અંતર ખાસ જાળવવામાં આવશે. ઉપરાંત લાઈન હશે ત્યાં સુધી અન્ય મતદારો માટે અલગ બેઠક વ્યવસ્થા અને સામાજિક અંતરનું ધ્યાન રખાશે. મતદાન મથકમાં અંદર પ્રવેશ કરશે ત્યારે તેમને માસ્ક અને સેનીટાઇઝર આપવામાં આવશે. ત્યાર બાદ જ મતદાન ઇવીએમ મશીનને ટચ કરવા સમયે હાથના મોજા અપાશે. 80 વર્ષથી ઉપરના મતદારોને પોસ્ટલ મતદાનની સુવિધા પણ અપાશે. આ ઉપરાંત વિધાનસભાના મતદારો પૈકી કોરોનાના દર્દીઓ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે, તે માટે પણ કામગીરી ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details