- રાજ્યના અન્ય શહેરો કરતા કચ્છની પરિસ્થિતિ સારી
- સરકારી તંત્ર માહિતી છુપાવવાનો કરી રહ્યું છે પ્રયાસ
- કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી
કચ્છ: જિલ્લામાં સરકારી ચોપડે નોંધાયેલા કેસોની જેવી માહિતી અને સંખ્યા સામે આવે છે તે પ્રમાણે લોકોમાં ચર્ચા થતી જોવા મળે છે કે કચ્છમાં આટલા કેસ જ કેમ? આટલા મૃત્યુ જ કેમ? કેમકે આજે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં તુંરત સાચી વાતો જે-તે વિસ્તારમાંથી સામે આવતી જાય છે અને જે લોકોને વધુ ડરાવે છે.
લોકો વધુ જાગૃત બની સ્વયંભૂ નિયમોના પાલન માટે આગ્રહી બને
હોસ્પિટલ સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ સ્માશાનગૃહમાં પણ વેઇટીંગ ચાલી રહ્યુ છે તેવામાં માત્ર 3 મોતના આંકડા સરકારી ચોપડે નોંધાયા છે. કચ્છ સહિત કચ્છના મુખ્ય મથક ભુજમાં સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલો ફુલ છે. આ મહામારીને પગલે રાજ્ય સરકારે પણ કડક નિર્ણય લેવા પડ્યા છે. કચ્છમાં લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે જરૂરી છે. જેનાથી લોકો જાગૃત બની સ્વયંભૂ નિયમોના પાલન માટેના આગ્રહી બનશે. જો કે માત્ર શહેરી વિસ્તાર નહી પરંતુ ગ્રામ્ય વિસ્તારના જાગૃત નાગરીકો પણ પોતાના વિસ્તારની સાચી માહિતીથી લોકોને વાકેફ કરી જાગૃત રહેવા સાથે ચેતવી રહ્યા છે.
આ પણ વાંચો : ભુજમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 12 વ્યક્તિઓ દ્વારા જાહેરનામાનો ભંગ, 9 વાહન ડિટેઇન