ચૂંટણીતંત્ર દ્વારા અંતિમ ચરણમાં જિલ્લાની શાળા-કોલેજોના છાત્રો, શિક્ષકો તેમજ લોકોને મતદાન માટે જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આગામી 18 એપ્રિલના જિલ્લાની વિવિધ શાળાઓ, કોલેજો, વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા 'સંગીત-સૂરધારા' મતદાનની થીમ આધારિત કાર્યક્રમમાં ગીતોની રમઝટ સાથે મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. સાથે જ સૂત્રો પોકારીને ઉપસ્થિત લોકોને અચૂક મતદાન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવશે.
કચ્છમાં મતદાન જાગૃતિ માટે કલેક્ટરની લોકોને અપીલ - program
કચ્છ: લોકસભાની ચૂંટણી દરમિયાન વિકંલાગો સહિત તમામ મતદારો પોતાની કિંમતી મતાધિકારીનો ઉપયોગ કરે તે માટે જિલ્લાનું ચૂંટણી તંત્ર સતત તૈયારી અને પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. ત્યારે કચ્છ કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાનની અપીલ કરી છે, તો તંત્ર દ્વારા આગામી દિવસોમાં વીડિયો, ફોટો અને વિવિધ માધ્યમો વડે મતદારો સુધી પહોંચવાની કામગીરી હાથ ધરી છે.
આ અંગે નોડલ ઓફિસર ડૉ. બી.એમ. પ્રજાપતિએ જણાવ્યું કે, દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળાના છાત્રો, શિક્ષકો તેમજ આંગણવાડી વર્કરો અને આસપાસના લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરાશે. જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં કામ કરતા શ્રમજીવીઓને પણ આસપાસની માધ્યમિક શાળાના છાત્રો, શિક્ષકો મતદાન અંગે જાગૃત કરીને મતદાન કરવા પ્રેરણા આપવામાં આવશે.
આ દરમિયાન કચ્છના પરંપરાગત સંગતી વાદ્યોની તાલમેલ સાથેનો એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં મતદાનન કરવા માટેની અપીલ કલાકારો કરી રહ્યા છે. સાથે જ કચ્છ કલેક્ટર અને ચૂંટણી અધિકારી રામ્યા મોહને સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો દ્વારા પણ મતદાન કરવાની અપીલ કરી છે.