ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજમાં પોસ્ટની વિજીલન્સ ટીમે જૂના કૌભાંડની તપાસ કરી - BHUJ

રાવલવાડી પોસ્ટ ઓફિસના રૂપિયા 8.25 કરોડના કૌભાંડમાં જિલ્લા બહારથી અમદાવાદની વિજીલન્સની વધુ એક ટીમ સોમવારે ભુજ આવી પહોંચી હતી અને દિવસભર બંધબારણે તપાસ કરી હતી. કચ્છના ટપાલ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોઇ માહિતી બહાર આવી નથી, પરંતુ જાણવા મળ્યું છે કે કાૈભાંડના માસ્ટર માઇન્ડ સચિન ઠક્કરે કરેલી રૂપિયા 1.50 કરોડની કથિત ઠગાઈની તપાસ પણ આદરી હતી.

પોસ્ટની વિજીલન્સ ટીમે જુના કૌભાંડની તપાસ કરી
પોસ્ટની વિજીલન્સ ટીમે જુના કૌભાંડની તપાસ કરી

By

Published : Feb 16, 2021, 9:58 AM IST

  • અમદાવાદની વિજીલન્સની વધુ એક ટીમ સોમવારે ભુજ આવી પહોંચી
  • રાવલવાડી પોસ્ટ ઓફિસના રૂપિયા 8.25 કરોડના કૌભાંડમાં બંધબારણે તપાસ કરી
  • કચ્છના ટપાલ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોઇ માહિતી બહાર આવી નથી

ભુજ: રાવલવાડી પોસ્ટ ઓફિસના રૂપિયા 8.25 કરોડના કૌભાંડમાં જિલ્લા બહારથી અમદાવાદની વિજીલન્સની વધુ એક ટીમ સોમવારે ભુજ આવી પહોંચી હતી અને દિવસભર બંધબારણે તપાસ કરી હતી. કચ્છના ટપાલ વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોઇ માહિતી બહાર આવી નથી, પરંતુ જાણવા મળ્યું છે કે કાૈભાંડના માસ્ટર માઇન્ડ સચિન ઠક્કરે 2005 માં દીનદયાલ નગર પોસ્ટ ઓફિસમાં કરેલી રૂપિયા 1.50 કરોડની કથિત ઉપાચતની તપાસ પણ આદરી છે. આક્ષેપ એવો છે કે, સચિને જે તે વખતે ઉચાપત કર્યા પછી મામલો દબાવી દેવાયો હતો.

જૂના કૌભાંડ વખતે પોસ્ટ વિભાગે સચિનનું લાયસન્સ રદ્દ ન કર્યું

કેટલાક ખાતેદારોને નાણા પરત ચૂકવી દેવાયા હતા અને તે વખતે ફોજદારી ફરિયાદ થઇ ન હતી. પોસ્ટ વિભાગે સચિનનું લાયસન્સ રદ્દ કર્યું ન હતું, આજ કારણે એજન્ટ પતિ સચિનની હિંમત ખુલી ગઇ હતી. છેલ્લા પાંચ-સાત વર્ષથી રાવલવાડી ટપાલ કચેરીમાં પણ ગમે તે રીતે લોગઇન પાસવર્ડ મેળવી રિકરીંગ અને સેવિંગ ખાતાની રકમનો જે તે ખાતેદારના એકાઉન્ટમાં જમા કરવાને બદલે ખીસ્સામાં સેરવી હતી. સોમવારે આવેલી ટુકડી આ બંને પ્રકરણની તપાસ કરી રહી છે અને તેમાં વધુ દસ્તાવેજો, આધાર-પુરાવા હાથ લાગ્યા બાદ કદાચિત બીજી ફોજદારી ફરિયાદ નોંધાશે.

છેતરપિંડીની ફરિયાદ 10મી ફેબ્રુઆરીના નોંધાયા પછી વિશેષ કોઇ તપાસ થઇ નથી

કૌભાંડના મુખ્ય સુત્રધાર હજુયે ફરાર ભુજ સિટી A ડિવિઝન પોલીસ મથકમાં ચાર વ્યક્તિ વિરૂદ્ધ રૂપિયા 34.58 લાખની છેતરપિંડીની ફરિયાદ 10મી ફેબ્રુઆરીના નોંધાયા પછી વિશેષ કોઇ તપાસ થઇ નથી. એટલું જ નહીં, ઘરને તાળાં દઇને નાસી છૂટેલા એજન્ટ દંપતિ પ્રજ્ઞા ઠક્કર અને સચિન ઠક્કરનો નાનો સુરાગ પણ મળ્યો નથી. પરિણામે પોતાની મહામુલી બચત ગુમાવનારા પોસ્ટ ખાતેદારોમાં ઉચાટ વધી રહ્યો છે. જિલ્લા ટપાલ અધિક્ષક મહેશ પરમારની બદલી થઈ ગઈ છે અને તેમણે CBI તપાસની વાત કરી હતી, પરંતુ તે દિશામાં પણ કોઈ તપાસ થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details