ગુજરાત

gujarat

ETV Bharat / state

ટાઉન હોલ મામલે ભાજપના બે જૂથો સામ-સામે આવે તેવી શક્યતા

જૂનાગઢઃ શામળદાસ ગાંધી ટાઉન હોલનો વિવાદ વધુ ઘેરાયો મનપાના શાસક પક્ષના નેતા પૂનિત શર્માએ ભાજપના તમામ કોર્પોરેટરને નોટિસ પાઠવી હતી. તે ઉપરાંત મીડિયા સમક્ષ નહીં જવાની ચીમકી આપતા આ મામલો વધુ રાજકીય રંગ ધારણ કરી શકે છે.

ટાઉન હોલના મામલે ભાજપના બે જૂથો સામ સામે આવી જાય તેવી શક્યતા

By

Published : May 28, 2019, 8:26 PM IST

જૂનાગઢ શહેરમાં આવેલો શામળદાસ ગાંધી ટાઉન હોલ હવે એક પછી એક નવા વિવાદોમાં સપડાતો જોવા મળી રહ્યો છે. સોમવારે ભાજપના જ કોર્પોરેટર અને સિનિયર આગેવાને ટાઉનહોલના રિનોવેશન પાછળ થયેલો ખર્ચ એક મોટા ભ્રષ્ટાચારને ખુલ્લો દૌર આપતો હોય તેવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જેને લઈને શાસક પક્ષના નેતા પૂનિત શર્મા દ્વારા ભાજપના તમામ કોર્પોરેટરો એક પત્ર પાઠવીને મીડિયા સમક્ષ કોઈપણ બાબતે કોઈપણ નિવેદન નહીં આપવા આકરી ચીમકી પત્ર દ્વારા આપતા ભ્રષ્ટાચારને લઇને ભાજપના જ બે જૂથો સામ સામે આવી જાય તેવી શક્યતાઓ જોવામાં મળી રહી છે.

ભાજપના કોર્પોરેટર સંજય કોરડીયાએ જૂનાગઢ મનપા દ્વારા નિર્મિત શામળદાસ ગાંધી ટાઉન હોલના રિનોવેશન પાછળ અડધો કહી શકાય તેઓ 4થી 5 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને એક પ્રકારે ભ્રષ્ટાચારને ખુલ્લું મેદાન આપ્યું હોય તેઓ આક્ષેપ કરીને સમગ્ર મામલાની ઉચ્ચ અને યોગ્ય કક્ષાએથી તપાસ થાય તેમજ જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે આકરા પગલાં ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

ટાઉન હોલના મામલે ભાજપના બે જૂથો સામ સામે આવી જાય તેવી શક્યતા

જેને લઇને જૂનાગઢ શહેર અને ભાજપનું સ્થાનિક રાજકારણ ગરમાઈ તેવી શક્યતાઓ ઊભી થવા પામી હતી ત્યારે આજે જૂનાગઢ મનપામાં શાસક પક્ષના નેતા પૂનિત શર્માએ ભાજપના તમામ કોર્પોરેટરોને એક પત્ર પાઠવીને મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું નિવેદન નહીં આપવા જાણ કરી હતી.

એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો ભાજપના જ એક નગરસેવક અને સિનિયર આગેવાનો સંજય કોરડીયા દ્વારા કરવામાં આવ્યા છે. આજે બીજા દિવસે શાસક પક્ષના નેતા પૂનિત શર્મા દ્વારા તમામ કોર્પોરેટરોને એક પત્ર પાઠવીને મીડિયા સમક્ષ નહીં જવાની ખુલ્લી ચીમકી આપતા હોય તેવો પત્ર પાઠવ્યો હતો, જેને લઈને ભાજપની સામે ભાજપ હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.

એક બાજુ ભાજપના એક કોર્પોરેટર ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે મીડિયા સમક્ષ આવી રહ્યા છે, બીજી તરફ ભાજપના જ કોર્પોરેટરો અને પદાધિકારીઓ ભ્રષ્ટાચારને લઇને તેમના નગરસેવકો કોઇપણ જાહેર નિવેદન ના કરે તેવો પત્ર પાઠવીને ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ કરતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જ્યારે ભાજપને જ ભાજપના 2 કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચારને લઇને સવાલોના ઘેરામાં ઉભો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ સંજય કોરડીયાની પડખે આવી છે. કોંગ્રેસે સંજય કોરડીયાના નિવેદનને સત્ય માનીને ભાજપ દ્વારા શાસિત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર થયો છે ત્યારે કોંગ્રેસ પણ સંજય કોરડીયાના આક્ષેપને સાચા અને ગંભીર ગણીને દરેક કામની તપાસ થાય અને તેમાં ભ્રષ્ટાચાર સાબિત થાય તો જે કોઈપણ આરોપીઓ છે તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.













ABOUT THE AUTHOR

...view details