ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Today : રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ફરી ઊંચે ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન - ગુજરાતમાં તાપમાનનો પારો

છેલ્લાં બે દિવસથી સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો(Temperature in Gujarat) પારો નીચે સરક્યો હતો. તો આજે ફરીથી લઘુતમ તાપમાન ફરીથી થોડો ઊંચે ચડતો જોવા મળે છે. ગુરુવાર તેમજ શુક્રવારના ઠંડીના પ્રમાણ કરતાં આજે રાજ્યમાં ઠંડીનું(Cold Temperature in Gujarat) પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. તમામ જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો(Gujarat Weather Today) પારો ભલેને થોડો ઊંચે ચડ્યો પરંતુ પવનની ગતિ તેજ થતાં ઠંડા અને સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે.

Gujarat Weather Today : રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ફરી ઊંચે ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન
Gujarat Weather Today : રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ફરી ઊંચે ચડ્યો, જાણો આજનું લઘુતમ તાપમાન

By

Published : Jan 1, 2022, 11:39 AM IST

કચ્છઃ આજે રાજ્યમાં અમુક જિલ્લાઓમાં દિવસભર વાદળછાયું વાતાવરણ(Temperature in Gujarat) બની રહેશે તેવી શક્યતાઓ છે. જ્યારે અમુક જિલ્લાઓમાં ખુલ્લું આકાશવાળુ વાતાવરણ બની રહેશે. જ્યારે રાજ્યના શિતમથક નલિયાનું તાપમાન 10 ડિગ્રી પહોંચ્યું છે. રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ફરી ઉપર ચડ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના અધિકારીએ(Meteorological Department in Gujarat) જણાવ્યું કે, રાજ્યના જિલ્લામાં લઘુત્તમ પારો ફરી નીચે ઉતર્યો છે. રાજ્યના જિલ્લાઓમાં 10 ડિગ્રીથી 17 ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું છે.તો ઠંડા(Cold Temperature in Gujarat) પવન પણ ફૂંકાઈ રહ્યા છે જેના પગલે ઠંડી પણ વધારે અનુભવાઈ રહી છે,

ગુજરાતના મહાનગરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)

મહાનગરો તાપમાન
અમદાવાદ 15.1
ગાંધીનગર 14.3
રાજકોટ 14.7
સુરત 17.0
ભાવનગર 16.8
જૂનાગઢ 15.5
બરોડા 14.8
નલિયા 10.0
ભુજ 13.2
કંડલા 15.5

ABOUT THE AUTHOR

...view details