- ફરાર આરોપી સચિન ઠકકરને પોલીસે ઝડપી પાડ્યો
- ભુજ A ડિવિઝન પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટ્યો હતો
- પોલીસે ફરાર આરોપીને ઝડપવા આગળની કાર્યવાહી હાથ ધરી
ભુજ:કરોડો રૂપિયાનું પોસ્ટનું કૌભાંડ આચરનારા સચિન ઠક્કરને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો. સવારે ભુજ પોલીસ સ્ટેશનમાંથી સચિન ફરાર થઈ જતા પશ્ચિમ કચ્છ જિલ્લા સહિતની તમામ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. ગણતરીના કલાકોમાં જ પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચ(LCB)એ આરોપીને ભુજમાંથી જ દબોચી લીધો હતો. ભુજનાં A ડિવિઝન પોલીસ મથકમાંથી સચિન સવારે નવ વાગે ભાગી ગયો હતો.
આ પણ વાંચો: ભુજના પોસ્ટ કૌંભાડ મામલે અંતે મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ધરપકડ કરાઈ