કચ્છ: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે 2020-21નું બજેટ શનિવારે રજૂ કર્યું છે. જે અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, આ બજેટમાં કરવેરા પ્રક્રિયા સરળ બનાવવા સાથે ઇન્ફાસ્ટ્રકચર આધુનિકરણ, ઉદ્યોગોમાં મજબૂતી, પરીવર્તન, ગરીબો, ખેડૂતો, દલિતો, વંચિત વર્ગના સશક્તિકરણ માટે સર્વાંગી પગલાં લેવામાં આવ્યા છે. આ બજેટ આશા, આકાંક્ષા અને વિશ્વાસની પૂર્તિ કરતું બજેટ છે.
બજેટ 2020 : કચ્છના સાંસદ વિનોદ ચાવડાની પ્રતિક્રિયા - કચ્છના તાજા સમાચાર
2021-21ના બજેટ અંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પોતાનો મત રજૂ કર્યો. જેમાં તેમણે જણાવ્યું કે, નવા ભારત નિર્માણ અને દેશના વિકાસને વેગ આપનારૂં બજેટ શનિવારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યું છે. આ બજેટથી ગરીબ વર્ગ મજબૂત બનશે. આ ઉપરાંત દેશના યુવાનો માટે વધુ સારા ભવિષ્યનું ઘડતર, મધ્યમ વર્ગને લાભ અને દેશના વિકાસની ગતિ ઝડપી બનશે.
ટુરિઝમ, સ્વાસ્થ્ય, રાષ્ટ્રીય સુરક્ષા, ગ્રામ પંચાયતો, નેટ કાર્યક્રમો, પોષણ યોજનાઓ, ઔદ્યોગિક હબ, નિર્યાત માટે નિર્વિક યોજના, રેલવે ખાલી જગ્યાઓ પર સૌર્ય ઉર્જા યોજના, પર્યટન સ્થળો માટે તેજશ જેવી ટ્રેનો, નવા એરપોર્ટ, 27,000 કિ.મી રેલવે લાઇન, ઇલેક્ટ્રિફિકેશન, જળ વિકાસ માર્ગ, ખેડૂતો માટે કુસુમ યોજના, હવાઈ ઉડાન સેવા, રેલવે સેવા, જન આરોગ્ય યોજના, આયુષ્યમાન ભારત યોજના, નવી શિક્ષા નીતિ અને સ્વચ્છ ભારત માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)માં સરળતા, મહિલાઓ માટે ધન લક્ષ્મી યોજના, સ્વચ્છ ભારત મિશન માટે 12,300 કરોડ, એક્સપ્રેસ હાઈવે, પોલીસ વિશ્વ વિધાલય, 100થી વધુ નવા એરપોર્ટ, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે 1.7 લાખ કરોડ, એક્સપોર્ટ હબ, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન, સાફ શુધ્ધીકરણ માટે 4,400 કરોડ, ગુજરાત ધોળાવીરા પ્રવાસન સ્થળ, દિવ્યાંગો, વડીલો માટે 9,500 કરોડ, બેન્કમાં જમા 5 લાખની રકમ ઉપર ઈન્સ્યોરન્સ કવર, અમદાવાદમાં સમુદ્રી સંગ્રાહાલય, 1 લાખ ગ્રામ પંચાયતોને ફાઈબર કનેક્શન, દરેક ઘરમાં સ્માર્ટ મીટર, ટીબીથી મુક્તિ, દરેક ઘરમાં નલથી જળ માટે 3.60 હજાર કરોડ, નવી શિક્ષા નીતિ અને ઇન્કમટેક્ષમાં 5 લાખ સુધી કર મુક્તિ સાથે કર માળખામાં ઘટાળો સહિત વિવિધ યોજનાઓ માટે પ્રાવધાન કરી વિકાસને ગતિ આ બજેટ દ્વારા પ્રાપ્ત થઇ છે.