- ફરાર આરોપી ઉત્તરાખંડના નૈનીતાલથી ઝડપાયો
- મદદ કરનાર 4 પોલિસ કર્મચારીઓ સામે ફરીયાદ નોંધી ધકપકડ કરાઈ
- પોલીસેે CCTV કેમેરા તેમજ મોબાઈલ ડીટેઈલ્સના આધારે તપાસ કરી હતી
ભુજ: નિખિલ ડોંગા જી.કે.જનરલ હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. જેમાં પોલીસની સંડોવણી સામે આવી છે. તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું કે, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી – કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે ભાગેલા આરોપીને નૈનીતાલથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો:ભુજની હોસ્પિટલમાંથી ગોંડલનો ખૂંખાર આરોપી નિખીલ દોંગા ફરાર
નિખીલને ભગાડવામાં પોલીસ કર્મચારીઓના પણ હાથ
આરોપી નાસી જવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. પોલીસેે CCTV કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓના મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા PSI આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં અન્ય એક PSI અને ASIની પણ સંડોવણી સામે આવી છે. જેમાં PSI એન.કે. ભરવાડ અને ASI અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ PSI અને ASI પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા.