- માછીમારોનો તંત્ર પર આક્ષેપ
- માછીમારો સ્વખર્ચે સ્થળાંતરિત થઈ રહ્યા છે
- વાવાઝોડાના પગલે જખૌ બંદર કરાયું ખાલી
કચ્છઃ ગુજરાતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને આવા કપરા સમયમાં ફરી વાવાઝોડાનું સંકટ ગુજરાત પર મંડરાઈ રહ્યું છે. તૌકતે વાવાઝોડાની સંભવિત અસર 19 તથા 20 મેના કચ્છના દરિયાઈ કાંઠે વર્તાશે, ત્યારે ચેતવણીના પગલે કચ્છમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની અસરને લઇને દરિયો તોફાની બનવાની આગાહીના પગલે માછીમારી કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે તો કચ્છમાંથી માછીમારી કરવા માટે ગયેલી બોટોને પરત બોલાવવાની પ્રક્રિયા પણ આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત 18 મત્સ્ય ઉતરણ કેન્દ્ર પરથી માછીમારો અને ખલાસીઓને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના કારણે જખૌ બંદર પરના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા આદેશ
બંદર કિનારે બોટો લંગરવામાં આવી
17 મે દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વધુ પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાના પગલે દરિયામાં માછીમારી માટે ગયેલી બોટોને તાત્કાલિક પરત બોલાવી આસપાસના નજીકના બંદરે લંગર કરવામાં આવી રહી છે.