ગુજરાત

gujarat

ETV Bharat / state

Plantation in Bhuj : ભુજના માર્ગો બનશે હરિયાળા, 50,000 વૃક્ષોનું કરાશે વાવેતર - ભુજ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ

કચ્છના પાટનગર ભુજ શહેરના માર્ગો પર 50,000 લીલાછમ (Plantation in Bhuj) વૃક્ષોથી શોભી ઊઠશે. રાજકોટની સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા શહેરના મુખ્ય માર્ગોના ડિવાઈડરમાં ખાડા (Plantation on the roads of Bhuj) ખોદવાનું શરૂ કર્યું છે. સંસ્થા દ્વારા ત્રણ વર્ષ સુધી આ વૃક્ષો ઉછેરવાની જવાબદારી અને તમામ ખર્ચ પણ ભોગવવામાં આવશે.

Plantation in Bhuj : ભુજના માર્ગો બનશે હરિયાળા, 50,000 વૃક્ષોનું વૃક્ષારોપણ
Plantation in Bhuj : ભુજના માર્ગો બનશે હરિયાળા, 50,000 વૃક્ષોનું વૃક્ષારોપણ

By

Published : Feb 11, 2022, 8:19 AM IST

કચ્છ : ભુજ શહેરની શોભા વધારવા માટે રાજકોટની સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આગામી એક માસ સુધીમાં 50 હજાર વૃક્ષો (Plantation in Bhuj) વાવવામાં આવશે. તેમજ જેની સુરક્ષા લઈ ત્રણ વર્ષ સુધી ઉછેરવાની જવાબદારી ઉપાડવામાં આવી છે. હાલમાં રાજકોટની સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ (Tree Planting in Bhuj by Sadbhavna Vrudhashram) દ્વારા શહેરના મુખ્ય માર્ગોના ડિવાઇડરમાં વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે.

ભુજના માર્ગો બનશે હરિયાળા, 50,000 વૃક્ષોનું વૃક્ષારોપણ

3 વર્ષ સુધી વૃક્ષો ઉછેરવાની જવાબદારી સંસ્થા નિભાવશે

આ અંગે ETV Bharat ને ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, રાજકોટની સદભાવના સંસ્થા (Sadbhavna Sanstha of Rajkot) સેવાભાવી સંસ્થા છે અને સૌરાષ્ટ્રમાં પણ આ સંસ્થા દ્વારા આવા જ અનેક પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. અગાઉ પણ આ સંસ્થા બે-ત્રણવાર ભુજ આવી ગઈ છે. પરંતુ તેમણે તે સમયે યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. આ વખતે સંસ્થાએ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમા આચાર્યને મળીને સમગ્ર પ્રોજેક્ટથી વાકેફ કર્યા હતા. તેમજ ભુજ નગરપાલિકામાં આ બાબતે એક બેઠક યોજાઇ હતી અને કારોબારી સમિતિએ આ પ્રોજેક્ટને (Plantation Project in Bhuj) મંજૂરી આપી હતી.

ભુજના માર્ગો પર 50,000 વૃક્ષો વાવવામાં આવશે

ભુજ શહેરમાં હાલમાં ચંગલેશ્વરથી આ વૃક્ષો વાવવાનું (Plantation on the Roads of Bhuj) કામ શરૂ કરાયું છે. અને ભુજના તમામ મુખ્ય માર્ગોના ડિવાઈડર આવરી લેવામાં આવશે. ભુજમાં 50000 વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે 50 માણસો અહીં રહેશે અને વૃક્ષો ઉછેરશે. 8 ફૂટના પીંજરામાં 10 થી 12 ફૂટના ઝાડ જેની ઉંમર 5 વર્ષની છે. તેવા વૃક્ષો હાલ વાવવામાં આવી રહ્યા છે.

કોઈ વૃક્ષ મુરઝાઇ જશે તો તેને બદલી નાખવામાં આવશે

હાલમાં શહેરના મુખ્ય માર્ગોના ડિવાઇડરમાં ખાડા ખોદવામાં આવી રહ્યા છે ત્યારબાદ તેમાં માટી બદલવામાં આવશે તેમજ દર વર્ષે છાણીયું ખાતર પણ તેમાં નાખવામાં આવશે. તેમજ માર્ગને નડતરરૂપ ડાળીઓ કાપી વૃક્ષોને ઊંચા કરવામાં આવશે. જમીનની લેબોરેટરી તપાસ કરી તેને માફક આવતાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ઉપરાંત કોઈ વૃક્ષ મુરઝાઇ જશે તો તેને બદલી નાખવામાં આવશે.

આ પણ વાંચોઃ Rajkot kite sows the seeds : હીનલે બનાવ્યા અનોખા પતંગ, જમીન પર પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે

ભુજ નગરપાલિકા દ્વારા પણ સંસ્થાને બનતી તમામ મદદ કરવામાં આવી રહી છે

આ ઉપરાંત આ સમગ્ર પ્રોજેક્ટ તમામ ખર્ચ પણ રાજકોટની આ સંસ્થા જ ભોગવશે અને નગરપાલિકા પર કોઈ જ આર્થિક ખર્ચો નહીં આવે. પરંતુ નગરપાલિકા દ્વારા આ વૃક્ષોને પાણી આપવા માટે ટેન્કરમાં ફ્રીમાં પાણી ભરી દેવામાં આવશે. તેમ જ વૃક્ષોને ફરતે પિંજરા બનાવવા માટે એક ટેમ્પરરી જમીન પણ ફાળવવામાં આવશે. ખાડા ખોડ્યા બાદ સાફ સફાઈ માટે નગરપાલિકા (Plantation by Bhuj Municipality) દ્વારા જેસીબી મારફતે સાફ સફાઈ પણ કરી આપવામાં આવશે.

આગામી ચોમાસા સુધીમાં ભુજ હરિયાળું બની જશે: પ્રમુખ ભુજ નગરપાલિકા

પ્રમુખ ભુજ નગરપાલિકા (Bhuj Municipality) વધુમાં જણાવ્યું હતું કે,ભુજ નગરપાલિકા દ્વારા આ સંસ્થાને તમામ જાતની મદદ કરવામાં આવી રહી છે. અને આ સંસ્થા પણ નગરપાલિકા સાથે કામ કરીને ખુશ છે. ઉપરાંત સંસ્થાના હોદ્દેદારો સાથે દરરોજ કામની પ્રક્રિયાને લગતી વાતચીત પણ થઈ રહી છે. અને આગામી ચોમાસા સુધીમાં ભુજની શકલ બદલાઈ જશે અને ભુજ હરિયાળું બની જશે.

આ પણ વાંચોઃ Rajkot kite sows the seeds : હીનલે બનાવ્યા અનોખા પતંગ, જમીન પર પડશે ત્યાં વૃક્ષ ઊગી નીકળશે

ABOUT THE AUTHOR

...view details