કચ્છ ખાતે મુખ્યપ્રધાને અછતના કામો અંગેની સમીક્ષા બેઠક યોજી - gujarati news
કચ્છ: છેલ્લા દોઢ દાયકાની સરખામણીમાં ગત વર્ષે સૌથી ઓછો વરસાદને પગલે અછત અને દુષ્કાળની પરિસ્થિતી છે. કચ્છવાસીઓ માટે પાણી- ઘાસચારા માટે સરકાર પુરી મહેનત કરી રહી છે. આજે કચ્છ આવેલા મુખ્યપ્રધાન વિજયરુપાણીએ કચ્છના લખપત અને અબડાસા તાલુકાના નારાયણ સરોવર અને કોટેશ્વરની મુલાકાત લઈને લોકો સાથે પણ સીધો સંવાદ સાધ્યો હતો. આ ઉપરાંત તંત્ર સાથે બેઠક યોજી કામગીરીનું આંકલન પણ કર્યું હતું.
કચ્છ ખાતે મુખ્યપ્રધાને અછતના કામો અંગેની સમીક્ષા બેઠક યોજી
મુખ્યપ્રધાને નારાયણ સરોવર ખાતે સ્થાનિક પ્રજાજનોએ આશ્વાસિત કર્યા હતા અને જણાવ્યું હતું કે પશુને પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે. આટલા ઓછો વરસાદ હોવા છતાં નખત્રાણા પ્રાંતના આ બન્ને તાલુકાના માત્ર સાત ગામોને જ ટેન્કર વડે પાણી આપવામાં આવી રહ્યું છે.