- કંડલા પોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત 292 મીટર લાંબુ જહાજ લંગારવામાં આવ્યું
- અગાઉ 269 મીટર લાંબું જહાજ લંગરવામાં આવ્યું હતું
- કંડલામાં 1.04 લાખ એમટી કોલસો ડિસ્ચાર્જ કરશે
કચ્છ: પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચ૨ અને ઓપરેશનની સજ્જતા સંદર્ભે કંડલા પોર્ટ માટે આ એક મહત્વનો માઈલસ્ટોન છે. UKનો ફ્લેગ ધરાવતું MV Berge Nyangani (બર્જ ન્યાનગાની) વેસલ દિનદયાળ પોર્ટમાં બર્થ થનારું અત્યાર સુધીનું સૌથી લાંબુ કેપસાઈઝ વેસલ્સ છે. આ અગાઉ ગત મહિને કંડલા પોર્ટમાં 269 મીટર લાંબુ જહાજ બર્થ થયું હતું. જે રેકોર્ડ આજે તૂટી ગયો છે. આ શીપ 45 મીટર (147 ફીટ) પહોળુ છે. તેનું નિર્માણ 2010માં થયું હતું.