મળતી માહિતી મુજબ શ્રી રાધે કિડ્સ નામની દુકાન ચલાવતા કાપડના વેપારી જગદીશ ગગુ વીરડા (આહીર)એ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત 26 માર્ચના રોજસાંજે પોતાની પત્ની અને બાળકોને પોતાના સાસરેઆદિપુર મૂકી આવ્યા હતા. ત્યાર બાદ તેઓપોતાના ભાઈ શંભુના ઘરે ભાવેશ્વર નગરમાં રાત્રે જમીને તેઓ બસ માર્ગેઅમદાવાદ ગયા હતા. ત્યાંથી મુંબઈ અને મુંબઈથી પરત ગાંધીધામ પહોંચતાં તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. તેમના ઘરનાં દરવાજાના તાળાં તથા નકૂચો તોડી તસ્કરો અંદર ઘુસ્યા હતા.
અંજારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 5 લાખની ચોરી કરી ફરાર
ભૂજઃ કચ્છના અંજાર શહેરના મોમાયનગર વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તેમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના એમ કુલ 5,80,000ની મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
પ્રતિકાત્મક ફોટો
ઘરમાં રાખેલા પેટી પલંગમાં વેપારના રોકડા રૂા. 2,90,000 તથા સોનાનો એક હાર, સોનાની એક હાંસડી, સોનાની પાંચ વીંટી, સોનાની માળા નંગ-1, સોનાની કાનની બૂટી નંગ-4, સોનાની એક ચેઈન, સોનાનું ઓમ પેન્ડલ, સોનાનો રુદ્રાક્ષ નંગ-1, એમ કુલ રૂા. 5,80,000ની મતાની ચોરીકરીને તસ્કરો ફરાર થઇગયા હતા.