ગુજરાત

gujarat

ETV Bharat / state

Support price plan: ઘઉંના ટેકાના ભાવ જાહેર ન થતાં કચ્છના ખેડૂતો મૂંઝવણમાં

ખેડૂતોને તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક સીઝનમાં વિવિધ પેદાશોના ટેકાના ભાવ જાહેર કરી ખરીદી કરવામાં(Support price plan)આવતી હોય છે. પરંતુ સરકારે ખેડૂતો પાસેથી હજી અરજીઓ મંગાવી નથી. જેથી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ (Selling wheat at support prices)કરવા ઈચ્છતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

Support price plan: ઘઉંના ટેકાના ભાવ જાહેર ન થતા કચ્છના ખેડૂતો મુંઝવણમાં
Support price plan: ઘઉંના ટેકાના ભાવ જાહેર ન થતા કચ્છના ખેડૂતો મુંઝવણમાં

By

Published : Feb 26, 2022, 7:15 PM IST

કચ્છઃ હાલમાં ઘઉંની સીઝન પૂરી થવાને માંડ ગણતરીના દિવસો(Support price plan)બાકી રહ્યા છે. છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંનું વેચાણ(Selling wheat at support prices)કરવા ઈચ્છતા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવી નથી કે જેથી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. દરેક સીઝનમાં સરકાર દ્વારા વિવિધ પેદાશોના ટેકાના ભાવ જાહેર કરી ખરીદી કરવામાં આવતી હોય છે.

ઘઉંના ટેકાના ભાવ

ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં નથી

સરકાર દ્વારાટેકાના ભાવે ખરીદીની જાહેરાત થતા જ માર્કેટમાં પણ તેજીનો( Buy rabi crops at support price)માહોલ જોવા મળતો હોય છે. જેના લીધે એકંદરે ખેડૂતોને પણ પોતાનો માલ વેચવા માટેના એકથી વધુ વિકલ્પ મળી રહેતા હોય છે. પરંતુ હાલમાં ઘઉંની સીઝન પૂરી થવાને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં નથી આવી કે નથી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોના નામની નોંધણી કરી, જેથી ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

આ પણ વાંચોઃખેડૂત ચોપાલ: મગફળીના ટેકાના ભાવે ખરીદી અંગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પ્રતિક્રિયા

ઘંઉ ખરીદીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા નથી

આ અંગેની વિગતો મુજબ જિલ્લામાં ઘંઉ ખરીદીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા નથી. જેના કારણે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોની પુનઃ મૂંઝવણ વધી છે. સારા ટેકા ભાવ વચ્ચે સામાજીક પ્રસંગે નાણાની ભીડ અનુભવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. જો કે, જિલ્લામાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્રો શરૂ થશે કે નહી તેને લઈને પણ હાલ અવઢવ ભરી સ્થિતિ છે. જિલ્લાના અબડાસા, માંડવી, નખત્રાણા પંથક ઘઉંની ખેતી માટે જાણીતા છે. તો અન્ય તાલુકામાં પણ ઘઉંનું નોંધનીય ઉત્પાદન થાય છે.

હાલ ઘઉંનો પાક પાકટ અવસ્થામાં

બિનપિયતના ઘઉંની ખરીદી માટે વેપારીઓ અંતરિયાળ ગામડાઓમાં સીઝનમાં ધામા નાખે છે. હોળી પર્વ પૂર્વેથી છેક ચૈત્રી પૂનમ સુધી ઘઉંની લે વેચ માટે જિલ્લા અને રાજ્ય બહારથી વેપારીઓ આવતા હોય છે. આ અંગે ઘઉંની ખેતી કરતા ખેડૂતોના જણાવ્યા મુજબ ઘઉંના ટેકા ભાવ જાહેર ન કરાતા ટેકાના ભાવ જાહેર કરાય તો ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોને નિર્ણય કરવામાં સારું રહે અને હાલ ઘઉંનો પાક પાકટ અવસ્થામાં આવી ગયા છે.

ખેડૂતોને આર્થિક નુકશાનની ભીતિ

આગામી થોડા દિવસોમાં ઘઉંની કાપણીનું કામ શરૂ થશે. જો સરકાર દ્વારા ઘઉંના ટેકાના ભાવ જાહેર કરી ખેડૂતોની નોંધણી પ્રક્રિયા કરવામાં નહીં આવે તો ખરી સીઝનના સમયે ભાવ નીચા કરી વેપારીઓ ખેડૂતોની ગરજનો લાભ ઉઠાવવાનું શરૂ કરી દેશે જેથી ખેડૂતોને આર્થિક નુકશાની ભોગવવાનો વારો આવી શકે તેમ છે.
આ પણ વાંચોઃટેકાના ભાવ અંગે કિસાન સંઘે સરકાર સાથે બેઠક યોજી, શું થયું જાણો...!

ABOUT THE AUTHOR

...view details