કચ્છ : સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા અને રોટરી ક્લબ ભુજના (Rotary Club Bhuj) સંયુક્ત ઉપક્રમે વિક્રમ સંવત 2078ના અંતિમ દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. ભુજ હિલ ગાર્ડન સનસેટ પોઈન્ટ નજીક 25 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યાથી સૂર્યાસ્ત સમય સુધી ખંડગ્રાસ સુર્યગ્રહણ દર્શનનો આયોજન કરવામાં આવ્યું છે. (Solar Eclipse at Hill Garden in Bhuj)
સુર્યગ્રહણ દર્શન માટેની વ્યવસ્થા સ્ટાર ગેઝીંગ ઇન્ડીયાના નિશાંત ગોરે ETV BHARAT સાથેની ટેલીફોનીક વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ખંડગ્રાસ સુર્યગ્રહણના અવલોકન માટે સ્ટાર ગેઝિંગ ઇન્ડિયા દ્વારા યોગ્ય સુરક્ષિત પદ્ધતિઓ, ટેલિસ્કોપ, તજજ્ઞોની હાજરી અને માર્ગદર્શન સાથે ખંડગ્રાસ સુર્યગ્રહણ દર્શન માટેની નિશુલ્ક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગ્રહણ વિશેની વૈજ્ઞાનિક માહિતી, સુર્યગ્રહણનું પ્રત્યક્ષ નિદર્શન, પ્રોજેકશન તેમજ ફોટોગ્રાફી ખગોળવિદ નરેન્દ્ર ગોરના માર્ગદર્શન હેઠળ સ્ટાર ગેજીંગ ઇન્ડિયાની ટીમ દ્વારા કરવામાં આવશે. (Moongrass Solar Eclipse Viewing)
નિદર્શન હિલ ગાર્ડન ખાતે યોજાશેઆ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રોટરી ભુજના પદાધિકારીઓ (Bhuj khandgras surya grahan) ઉપસ્થિત રહેશે. કચ્છની ખગોળ રસિક જનતાએ આ કાર્યક્રમનો લાભ લેવા રોટરી પ્રમુખ નવઘણ આહીર તેમજ સ્ટાર ગેઝિગ ઇન્ડિયાના નિશાંત ગોર દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ વિગત તેમજ રજીસ્ટ્રેશન માટે સ્ટાર ગેજીંગ ઇન્ડિયાના નિશાંત ગોર 9879554770 અથવા નરેન્દ્ર ગોર 9428220472નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ઉપરાંત રજિસ્ટર્ડ મુલાકાતીઓને ઇ-સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. (khandgrass surya grahan in Bhuj)
લોકો સૂર્યગ્રહણ અંગે ગેરસમજવધુમાં નિશાંત ગોરે જણાવ્યું હતું કે, ઉલ્કા વર્ષા, ચંદ્ર ગ્રહણ, સૂર્યગ્રહણ થતું હોય છે, ત્યારે અથવા તો (Hill Garden in Bhuj) કોઈ ગ્રહોની યુતિ થતી હોય છે ત્યારે લોકોમાં નકારાત્મક મેસેજની વૃત્તિના કારણે ગેરસમજ ફેલાતી હોય છે. અનેક લોકો છે જે ગ્રહો અને ગ્રહણ વિશે ગેરસમજ ફેલાવી ભય ઉત્પન્ન કરતા હોય છે. અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે. જો બાળકો અત્યારથી ખગોળને જાણે તો તેની અંદર વૈજ્ઞાનિક અભિગમ પેદા થાય છે. આ ઉપરાંત વર્ષ 2031 પહેલાં આ પ્રકારનો સૂર્યગ્રહણ જોવા મળશે નહીં. (khandgrass surya grahan 2022)