ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhuj: પાંજરાપોળ શેરીમાં કોરોના વેક્સિનના બંને ડોઝ લઈને આવો અને મેળવો "સ્પેશિયલ ડિસ્કાઉન્ટ" - bhuj panjarapol shopkeeper association

દેશભરમાં કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે, ત્યારે લોકોમાં રસીકરણ માટે જાગૃકતા આવે અને લોકો પોતાની ફરજ સમજીને કોરોનાની વેક્સિન લે તે માટે ભુજના પાંજરાપોળ શેરીના વેપારી એસોસિએશન દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે અને જે કોઈ ગ્રાહકે રસીના બંને ડોઝ લીધા હશે તેમને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Bhuj
Bhuj

By

Published : Jul 17, 2021, 5:37 PM IST

  • ભુજના વેપારીઓની અનોખી પહેલ
  • કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ
  • ભુજના પાંજરાપોળ શેરીની 25 જેટલી દુકાનોમાં સ્પેશિયલ

ભુજના પાંજરાપોળ વેપારી એસોસિએશન દ્વારા વેક્સિનેશનના રાષ્ટ્રીય પ્રોગ્રામને વેગ મળે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને પ્રોત્સાહન આપવામાં માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

પાંજરાપોળના વેપારીઓ આપી રહ્યા છે "સ્પેશિયલ ડિસ્કાઉન્ટ"

પાંજરાપોળ શેરીના બજારમાં આવેલી 25 જેટલી જુદી જુદી દુકાનોમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટટ

ગ્રાહકો વેક્સિનેશનના બંને ડોઝના સર્ટીફીકેટ બતાવીને ભુજની પાંજરાપોળ શેરીના બજારમાં આવેલી 25 જેટલી જુદી જુદી દુકાનોમાં ખરીદી કરીને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

25 અલગ-અલગ દુકાનોમાં ડિસ્કાઉન્ટ

આ પણ વાંચો:મોરબીમાં વેક્સિનેશનને વેગવંતુ બનાવવા વિદ્યાર્થીઓ ચલાવશે જાગૃતિ અભિયાન

બે ડોઝનાં પુરાવા બતવનારા ગ્રાહકને આપવામાં આવે છે ડિસ્કાઉન્ટ

વેપારમાં અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદ વેપારીઓ ગ્રાહકોની રાહમાં છે, ત્યારે વેપારીઓ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં ગ્રાહક વેક્સિનના બન્ને ડોઝના પુરાવા લઈને આવશે તેમને કપડાથી લઈ જીવનજરૂરી વસ્તુઓ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

"સ્પેશિયલ ડિસ્કાઉન્ટ"

લોકો વેક્સિનના ડોઝ લે અને સુરક્ષિત બને તેવો ઉદ્દેશ્ય

પાંજરાપોળ શેરીના વેપારીઓએ લીધેલા આ નિર્ણયનો અમલ ભુજના અન્ય વેપારીઓ પણ કરવા માટે પ્રેરાયા છે, જેથી વેક્સિનેશન માટે લોકો આગળ આવે અને ગ્રાહકો પણ આકર્ષાય. આ ડિસ્કાઉન્ટ પાછળ વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેવા લોકો બજાર તરફ ફરી આકર્ષાય અને વેક્સિનથી જે રીતે વેપારીઓ સુરક્ષિત બન્યા છે, તે રીતે ગ્રાહકો પણ સુરક્ષિત બને તેવો ઉદ્દેશ છે.

ભૂજના વેપારીઓની આગવી પહેલ

જાણો શું કહ્યું વેપારીએ?

સરકારના વેક્સિનેશનના રાષ્ટ્રીય પર્વને વેગ આપવા તથા લોકો વેક્સિન લેવા માટે પ્રેરાય તે હેતુસર પાંજરાપોળ શેરીના વેપારીઓ દ્વારા આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. એક આર્મી મેન સ્ટેશનરીની ખરીદી કરવા આવ્યા હતા અને તેમને ડિસ્કાઉન્ટ આપ્યું તે ઉપરાંત, વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો તેમને પ્રોત્સાહિત કરીને વધારાનું ડિસ્કાઉન્ટ આપ્યું. ઉપરાંત, આર્મી મેને પણ વેપારીને આ પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો: "વેલ ડન ઇન્ડિયા": રસીકરણના પહેલા જ દિવસે બન્યો રેકોર્ડ

જાણો શું કહ્યું સામાજિક કાર્યકરે?

લોકોને વેક્સિનેશનના કાર્યક્રમ માટે પ્રોત્સાહિત કરવા અહીંના 25 દુકાનોના વેપારીઓ દ્વારા વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details