ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી-2020: અબડાસા બેઠકના અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે આવ્યા શંકરસિંહ વાઘેલા

અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે રંગ જમાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે અપક્ષ પણ મજબૂતીથી કામે લાગ્યું છે. કચ્છના અપક્ષ ઉમેદવાર હનીફ જાકબ પડયારના પ્રચાર માટે આજે એટલે કે સોમવારે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા આવ્યા છે. શંકરબાબુ 2 દિવસ અબડાસા રહીને અપક્ષ ઉમેદવાર માટે પ્રચાર-પ્રસાર કરશે.

ETV BHARAT
અબડાસા બેઠકનના અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે આવ્યા શંકરસિંહ વાઘેલા

By

Published : Oct 26, 2020, 8:40 PM IST

  • અપક્ષ ઉમેદવારના વ્હારે આવ્યા શંકરસિંહ વાઘેલા
  • બાપુ 2 દિવસ કચ્છમાં રહી કરશે પ્રચાર
  • મંગળવારે સભાને કરશે સંબોધન

કચ્છઃ અબડાસાની પેટા ચૂંટણીમાં 2 મુખ્ય પક્ષો ઉપરાંત ત્રીજા મજબૂત પક્ષ તરીકે દાવેદારી નોંધાવનાર અપક્ષના ઉમેદવાર હનીફ જાકબ બાવાના સમર્થનમાં પ્રજા શક્તિ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા આજ એટલે કે સોમવારે બપોરે ભુજ પહોંચ્યા હતા.

અબડાસા બેઠકનના અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે આવ્યા શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી

ભુજ ખાતે પત્રકારો સાથે વાત કરતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે, અપક્ષ ઉમદેવારને ધમકાવવા માટે પ્રયાસ થાય તે યોગ્ય નથી. અબડાસાની પેટા ચૂંટણીમાં અમે સાથે છીંએ. એક જ નહીં તમામ 5 અપક્ષ ઉમેદવાર માટે હું પ્રચાર-પ્રસાર કરવાનો છું.

ગુજરાતના લોકોને ખરાબ દારૂ મળે છેઃ શંકરસિંહ વાઘેલા

પત્રકાર પરિષદમાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પોલીસ અને અન્ય રીતે અપક્ષ ઉમેદવારનો ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે યોગ્ય નથી. આ સાથે જ બાપુએ દારૂ મુદ્દે વ્યક્તિગત આક્ષેપોથી દૂર રહેવાનું કહી જણાવ્યું કે, ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ લોકોને ખરાબ દારૂ મળી રહ્યો છે.

અબડાસા બેઠકનના અપક્ષ ઉમેદવારના પ્રચાર માટે આવ્યા શંકરસિંહ વાઘેલા

માતાના ગઠે દર્શન કરી પ્રચાર કર્યો

ભુજથી શંકરસિંહ વાઘેલાનો કાફલો માતાના મઢ પહોંચ્યો હતો અને મા આશાપુરાના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે દયાપર ખાતે અપક્ષ ઉમેદવાર હનીફ પડયારના કાર્યાલયનું ઉદ્ધાટન કરીને સભાને સંબોધન કર્યું હતું. મંગળવારે સવારે 11 વાગ્યે શંકરસિંહ વાઘેલા નલિયા ખાતેના જંગલેશ્વર ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.

ક્ષત્રિય સમાજના મતોનું સમીકરણો બદલાવાની શક્યતા

અબડાસાના પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ માનવામાં આવે છે, ત્યારે અપક્ષ ઉમદેવાર માટે શંકરસિંહ વાઘેલાના પ્રયાસો અબડાસા મત વિસ્તારના ક્ષત્રિય સમાજના મતોનું સમીકરણો બદલાવે તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details