કચ્છ:નાસાના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર મળેલા સોલ્ટ ક્રિસ્ટલ બાદ હવેકચ્છના સફેદ રણમાં (Salt crystal in white desert of Kutch) જોવા મળતા ક્રિસ્ટલ સાથે સરખામણી કરશે. ફેબ્રુઆરીના મધ્યમાં નાસા સંશોધન (NASA will conduct research in February) કરશે. મંગળ ગ્રહ અને કચ્છના સફેદ રણના સોલ્ટ ક્રિસ્ટલના DNA ટેસ્ટ કરવામાં આવશે.
વર્કશોપ માર્ચ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવશે
સંશોધન અંગે માહિતી આપતાં કચ્છ યુનિવર્સીટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટલ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, મુંબઈની એમિટી યુનિવર્સીટી,કચ્છ યુનિવર્સીટી અને નાસા દ્વારા સંયુક્ત પ્લેનેટરી જિયોલોજી મુદ્દે 14મી ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી અહીં વર્કશોપ યોજાવાનો હતો, પરંતુ કોરોનાના કારણે આ વર્કશોપ અને સંશોધનનું કાર્ય પાછળ ઠેલવામાં આવ્યો છે અને હવે આ વર્કશોપ માર્ચ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે પ્લેનેટરી જિયોલોજી મુદ્દે કોર્સ પણ શરૂ કરવામાં આવશે
પ્લેનેટરી જિયોલોજી મુદ્દે કચ્છ યુનિવર્સિટી અને એમિટી યુનિવર્સિટી સાથે મળીને વિદ્યાર્થીઓ માટે એક 6 થી 12 મહિનાનું કોર્સ શરૂ કરવામાં આવશે. જેમાં મંગળ ગ્રહ જેવું જમીનું અભ્યાસ કરવામાં આવશે જેમાં કચ્છની અનેક સાઇટને આવરી લેવામાં આવશે. કચ્છના માતાના મઢ, લુણા ક્રેટર લેક,ધોળાવીરા અને ગ્રેટ રણ ઓફ કચ્છની જમીન પર અભ્યાસ કરવામાં આવશે.
વૈજ્ઞાનિકો ફેબ્રુઆરી મહિનાની મધ્યમાં ક્ચ્છ આવીને સંશોધન કરશે
નાસાના 6 વૈજ્ઞાનિકો ત્યાં સંશોધનને લઈને કચ્છ આવ્યા હતા. મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાના મઢ ખાતે કરેલું ઇમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. પરંતુ જે તે સમયે ઓછા સમયના અભાવે તેઓ સંપૂર્ણ સંશોધન કરી શક્યા ન હતા ત્યારબાદ કોરોના મહામારીને પગલે વૈશ્વિક આવાગમન પર રોક લાગતા માતાના મઢ સાઇટ સંશોધન પર બ્રેક લાગી હતી. હાલ લોકડાઉન ખુલ્યા બાદ વધુ એકવાર દેશ-વિદેશના વૈજ્ઞાનિકો આ વર્ષે માર્ચ મહિનાનીશરૂઆતમાં ક્ચ્છ આવીને સંશોધન કરશે અને સંશોધન પ્રક્રિયા પર વર્કશોપ યોજશે.
મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ કચ્છના સફેદ રણમાં જોવા મળ્યા
કચ્છના વિશ્વ વિખ્યાત સફેદ રણમાં મંગળ ગ્રહ પર જોવા મળતા સોલ્ટ ક્રિસ્ટલ પણ જોવા મળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં જ્યારે નાસાના વૈજ્ઞાનિકો કચ્છ આવશે ત્યારે સફેદ રણની મુલાકાત લઈને મંગળ ગ્રહ સાથેનો સંબંધ શોધશે. સફેદ રણમાં આવતા પ્રવાસીઓ પહેલા ચંદ્ર જમીન જેવી અનુભૂતિ કરતા હતા જ્યારે હવે મંગળ ગ્રહ જેવા સોલ્ટ ક્રિસ્ટલને જોઈને મંગળ ગ્રહ જેવી અનુભૂતિ કરશે.