ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજના પોસ્ટ કૌંભાડ મામલે અંતે મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ધરપકડ કરાઈ - crime news

કચ્છના સૌથી મોટા પોસ્ટ કૌભાંડનો મામલો આમ તો ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે. મામલાની ગંભીરતાથી તપાસ પોસ્ટ વિભાગે શરૂ કરી હતી અને અંતે ભુજ A ડિવિઝન પોલિસ મથકે એજન્ટ પ્રજ્ઞા ઠક્કર, તેના પતિ સચિન ઠક્કર તથા બે પોસ્ટ કર્મચારી બી.આર.રાઠોડ તથા બટુક વૈષ્ણવ સામે 34 લાખથી વધુની રકમની ઉચાપત ખોટા સહિ-સિક્કા તથા સીસ્ટમનો દુર ઉપયોગ કરતા ફરિયાદ નોંધાઈ હતી.

મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ધરપકડ કરાઈ
મહિલા એજન્ટના પતિ સચિન ઠક્કરની ધરપકડ કરાઈ

By

Published : Feb 28, 2021, 7:49 PM IST

  • સૌથી મોટા પોસ્ટ કૌભાંડનો મામલો
  • ગંભીરતાથી તપાસ શરુ
  • સચિન ઠક્કરના રિમાન્ડની કરાશે માગ

ભુજ: પોસ્ટ કૌભાંડના મામલમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરે આગોતરી અરજી કરી હતી. જે કોર્ટે રદ્દ કરી હતી. જો કે આજે સચિન ઠક્કરની ભુજ A ડિવિઝન પોલિસે ધરપકડ કરી છે. આવતીકાલે તેની પુછપરછ પછી કોર્ટમાં રજુ કરાશે. એક સમયે પૈસાની રીકવરી થવાના કિસ્સામાં આ મામલે હળવી કાર્યવાહીની ચર્ચા હતી, પરંતુ અંતે એજન્ટે પૈસા જમા ન કરાવતા ફરીયાદ નોંધાઈ હતી.

સચિન ઠક્કરની થઈ ધરપકડ

સચિન ઠક્કરની ભુમિકા સહિત કૌભાડની સંપુર્ણ તપાસ માટે સચિન ઠક્કરના રીમાન્ડની માંગ કરાશે. કચ્છના પોસ્ટ ઇતિહાસની મોટી ઉચાપતમાં કૌંભાડ આચરનારા ચહેરાઓ બેનકાબ થયા હતા અને હવે સચિન ઠક્કરની ધરપકડ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details