ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વિશતાબ્દી મહોત્સવઃ મોહન ભાગવતે કહ્યું, નરનારાયણ દેવના કારણે આજે કચ્છ ઓળખાય છે - Kutch dhvishatabdi mahotshav

ભુજ સ્વામિનારાયણ મંદિર આયોજિત નર નારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે કચ્છની પ્રજાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે સંબોધન કર્યું હતું અને ભારતની સંસ્કૃતિ અંગે વાત કરી હતી તો નરનારાયણ દેવથી જ કચ્છની ઓળખાણ છે તેવું જણાવ્યું હતું.

dhvishatabdi mahotshav
dhvishatabdi mahotshav

By

Published : Apr 23, 2023, 6:54 AM IST

Updated : Apr 23, 2023, 8:02 AM IST

સમગ્ર કચ્છ હવે નર નારાયણદેવથી ઓળખાશે: મોહન ભાગવત

કચ્છ:ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવનો શનિવારે પાંચમો દિવસ હતો. જેમાં મહંત સ્વામી ધર્મનંદનદાસજી સહિતના વડીલ સંતોના હસ્તે ત્રણ ત્રણ કીર્તનોના આલ્બમનું વિમોચન કરવામાં આવ્યું હતું. નરનારાયણ દેવને જ્યાંરથી ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરી આપ્યા છે, ત્યારથી જ કચ્છમાં ઉન્નતિ અને વિકાસ થયો છે. આજે આ મહોત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આવ્યા હતા. આ સમયે મોટા મહારાજ સહિત મહંતોએ મોમેન્ટો આપી તેમનું સન્માન કર્યું હતું.

સમગ્ર કચ્છ હવે નર નારાયણદેવથી ઓળખાશે

સમગ્ર કચ્છ હવે નર નારાયણદેવથી ઓળખાશે:મોહન ભાગવતે પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, નરનારાયણ દેવના કારણે આજે કચ્છ ઓળખાય છે. નરનારાયણ દેવ માત્ર કચ્છના રાજાધિરાજ નહીં પણ સમગ્ર ભારતખંડના રાજાધિરાજ છે. નર છે ત્યાં નારાયણ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ ભક્તિ છે, ત્યાં જ સુખ છે, ત્યાં જ સંપત્તિ છે. નરનારાયણ દેવથી જ કચ્છની ઓળખાણ છે અને કચ્છ ભારત દેશનો અભિન્ન અંગ છે. કચ્છ આજે એક વિવિધતા પૂર્વક અને સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે, ત્યારે સમગ્ર કચ્છ હવે નર નારાયણદેવથી ઓળખાશે.

દ્વિશતાબ્દી મહોત્સવનો પાંચમો દિવસ

KUTCH: જખૌના દરિયા કાંઠા પર આવેલા ખિદરત બેટ પાસેથી ચરસના 5 પેકેટ મળ્યા

જ્ઞાનના કાર્યમાં ભક્તિ અને સમર્પણ જોઈએ:કચ્છનું હિન્દુ સમાજ સારો, પાકો અને સાચો છે જેનું મહત્વ પૂરા વિશ્વમાં છે. ભારત દેશ સંપતિમાં અગ્રેસર હતું, ધાર્મિક બાબતોમાં આગળ હતું, ભારત દેશ જ્યાં જ્યાં ગયો ત્યાં સંસ્કૃતિ શીખવી, સંસ્કારો શીખવ્યા અને આજે તમામ વિદેશી દેશો ભારત દેશ સામે નતમસ્તક થાય છે.આ મહોત્સવમાં જે હરિભક્તો પ્રવચન સાંભળવા આવે છે તેમને અહીઁ મળતા જ્ઞાનનું જીવનમાં અમલીકરણ કરવું જોઈએ પ્રવૃત્તિ કરવી જોઈએ.ઉપરાંત જ્ઞાનના કાર્યમાં ભક્તિ અને સમર્પણ જોઈએ અને દુનિયામાં જ્યારે જ્યારે મોટા પરિવર્તનો આવ્યા છે તે પહેલા આધ્યાત્મિક કાર્યો થયા છે તેવું મોહનજી ભાગવતે જણાવ્યું હતું.

દ્વિશતાબ્દી મહોત્સવનો પાંચમો દિવસ

PM મોદી 25મી એપ્રિલે દમણની મુલાકાતે, અનેક વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

કચ્છ આજે દિવ્ય ભગવાનનું ધામ બન્યું:સ્વામિનારાયણ મંદિર ભુજના શાસ્ત્રીય સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે, આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતે આ દ્વિશતાબ્દી મહોત્સવની પ્રસંશા કરી હતી.નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થયા જેના પ્રતાપ અને ઐશ્વર્યથી કચ્છ અભિભૂત થયું છે, કચ્છ દિવ્ય બન્યું છે. મરુભૂમિ તરીકે ઓળખાતું કચ્છ આજે દિવ્ય ભગવાનનું ધામ બન્યું છે.

દ્વિશતાબ્દી મહોત્સવનો પાંચમો દિવસ
Last Updated : Apr 23, 2023, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details