કચ્છઃ કચ્છી અજાયબી ગણાતા ધોરડોના સફેદ રણમાં દર વર્ષે ઉજવાતા રણોત્સવ એ દેશ-વિદેશમાં ભારે ખ્યાતિ મેળવી છે. શીતલહેર વચ્ચે યોજાતા રણ ઉત્સવમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત પ્રવાસન નિગમ અને રાજ્ય સરકારે રણની સજાવટ માટે અનેક સુવિધાઓ ઉભી કરી હતી. નવેમ્બર- ફેબ્રુઆરી કોરોનાની મહામારીના ડર વચ્ચે કોરોના પ્રોટોકોલ ને ધ્યાનમાં રાખીને પૂરતી સુરક્ષા અને સુવિધાઓ સાથે 1લી નવેમ્બરથી રણોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.કચ્છના સફેદ રણનો પ્રાકૃતિક આનંદ માણવા આ વર્ષે દેશ વિદેશમાંથી કુલ (Dhordo Ranotsav 2022 Tourist Number) 1,71,360 પ્રવાસીઓ (Ranotsav 2022 completed in Dhordo )આવ્યા હતાં.
આ વર્ષે 45 લાખ રુપિયાની વધુ આવક નોંધાઈ છે કોરોનાકાળમાં લોકો માનસિક શાંતિ મેળવવા રણોત્સવની મુલાકાત લીધી
કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ કચ્છનું સફેદ રણ જોવા આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે લોકો માનસિક શાંતિ મેળવવા ઘરથી દૂર પોતાના મનગમતા સફેદ રણની મુલાકાતે આવ્યા હતા અને રણોત્સવનો આનંદ (Ranotsav 2022 completed in Dhordo )માણ્યો હતો.
આવનારા વર્ષોમાં અહીં સુવિધાઓ વધારાશે
આ વર્ષે 1લી નવેમ્બરથી શરુ થયેલો રણોત્સવ 20 ફેબ્રુઆરી (Ranotsav 2022 completed in Dhordo )સુધી ચાલ્યો હતો. કચ્છની સંસ્કૃતિ, સભ્યતા,હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓ ઉજાગર થયા હતા. કોરોનામાં માનસિક રીતે અસ્ત વ્યસ્ત થયેલા પ્રવાસીઓએ અહીં રાહતનો શ્વાસ લીધો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે ત્યારે આવનારા વર્ષોમાં અહીં સુવિધાઓ વધારવા માટે પણ રાજ્ય પ્રવાસન મંત્રાલયએ તૈયારીઓ આદરી છે.
ગત વર્ષે 1.34 લાખ પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત
ગત વર્ષે 109 દિવસ બાદ 28મી ફેબ્રુઆરીના રણોત્સવનો સમાપન કરવામાં આવ્યું હતું. રણોત્સવ દરમિયાન કુલ 1.34 લાખ પ્રવાસીઓએ (Dhordo Ranotsav 2022 Tourist Number) મુલાકાત લીધી હતી. 21,415 વાહનોની અવરજવર થઈ હતી. જેની ફી દ્વારા 1,20,90,000 જેટલી આવક થઈ હતી અને કુલ મળીને સરકારને 1,31,37,000 જેટલી (Revenue of Dhordo Ranotsav 2022 ) આવક થઈ હતી.
આ વર્ષે તંત્રને રણોત્સવ મારફતે કુલ 1.76 કરોડની આવક
આ વર્ષે 1લી ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી સુધીમાં કુલ 1,71,360 પ્રવાસીઓએ મુલાકાત (Ranotsav 2022 completed in Dhordo )લીધી હતી.જેમાંથી 83 જેટલા વિદેશી પ્રવાસી હતા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 37,360 વધુ પ્રવાસીઓએ (Dhordo Ranotsav 2022 Tourist Number)રણોત્સવની મુલાકાત લીધી હતી. તો કુલ 31,350 વાહનોની અવરજવર થઈ હતી.ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ 28,120 પરમીટ આપવામાં આવી હતી જેમાંથી 23,888 લોકલ પરમીટનો સમાવેશ થાય છે ઉપરાંત 4230 ઓનલાઇન પરમીટ હતી.તો આ વર્ષે તંત્રને કુલ 1,76,38,700 રૂપિયાની આવક (Revenue of Dhordo Ranotsav 2022 ) થઈ છે.આ વર્ષે ગત વર્ષની સરખામણીએ તંત્રને 45 લાખની આવક વધારે થઈ છે.
આ પણ વાંચોઃ Ranotsav Income 2021 : જાણો રણોત્સવમાંથી વહીવટી તંત્રને થતી કરોડોની આવકનો ક્યાં કરાય છે ઉપયોગ
રણના રંગની થીમથી ઉજવાયો સફેદ રણમાં ઉત્સવ
ટેન્ટસિટીના PRO અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે,આ વર્ષે રણોત્સવની થીમ રણ કે રંગ (Dhordo Ranotsav 2022 Theme) રાખવામાં આવી હતી અને રણના રંગ ક્યારેય ખતમ નથી થતા,મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટ્યા હતાં. વર્ષે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેતા બહારથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી પરંતુ સ્થાનિક અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા પ્રવાસીઓની સંખ્યા સારી હતી. શરૂઆતના બે મહિનામાં રણોત્સવમાં ખુબ સારા પ્રમાણમાં પ્રવાસીઓ આવ્યા હતા પરંતુ ત્યાર બાદ ઓમિક્રોનનો કહેર વધતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો પરંતુ ઓવરઓલ ખૂબ સારું રહ્યું (Ranotsav 2022 completed in Dhordo )આ વર્ષે.
આવનારા વર્ષોમાં રણોત્સવનું વધુ સારી રીતે આયોજન કરવામાં આવશે: PRO ટેન્ટસિટી
રણોત્સવ અંગે વધુ માહિતી આપતાં અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ વર્ષે State Department of Tourism ના મિનિસ્ટર અરવિંદ રૈયાણીએ રણોત્સવની (Ranotsav 2022 completed in Dhordo ) મુલાકાત લીધી હતી અને આવનારા વર્ષોમાં રણોત્સવને ઇન્ટરનેશનલ લેવલ સુધી કંઈ રીતે લઈ જવું, કંઈ રીતે કનેક્ટિવિટી વધારવી વગેરે બાબતો અંગે કેટલીક ચર્ચાઓ થઈ હતી અને આશા છે કે આવનારા સમયમાં વધુ સારી રીતે રણોત્સવનું આયોજન કરી શકાય.
આ પણ વાંચોઃ Kutch Rann Utsav 2021:રણોત્સવમાં ફુલ મૂન નાઈટનો નજારો જોઈ પ્રવાસીઓ થયા મોહિત