કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમા ખુશીનો માહોલ, રાપરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો - મેઘરાજા
કચ્છઃ ચોમાસામાં કચ્છવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહયા છે તે મેઘરાજા આજે પુન: કચ્છમાં પર્ધાયા છે. રાપરમાં દોઠ ઈંચ વરસાદ સાથે કચ્છ પહોંચેલા મેઘરાજા કચ્છીઓે તૃષા પુરી કરી તેવા એંધાણો વર્તાઈ રહયા છે. ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ હજુ પુરતા વરસાદની રાહ જોઈ રહયું છે ત્યારે આ બીજા રાઉન્ડ શરૂ થયો છે.
kutch
કચ્છમાં થોડા દિવસો અગાઉ મેઘરાજાએ પશ્ચિમ કચ્છમાં દેખો દીધા રીસામણાંનો દૌર શરૂ થયો હતો. બીજા રાઉન્ટમાં મેઘરાજા જાણે સાટું વાળી આપવાના મુડમાં હોય તેમ આજે સવારથી રાપર ગાંધીધામ ભચાઉ, અંજારમાં વરસાદ નોંધાયો છે. રાપરમાં 31મીમી. અંજારમાં 20મીમ, ભચાઉમાં 16મીમી, ભૂજમાં 3મીમી, ગાંધીધામમાં 14મીમી, મુંદરામાં 3 મીમી વરસાદન નોંધાયો છે.