ગુજરાત

gujarat

ETV Bharat / state

Quality of wheat Research : ઘઉં સંબંધિત સંશોધન માટે કચ્છ યુનિવર્સિટીના છાત્રોની રાષ્ટ્રીયસ્તરે થઇ પસંદગી, શું છે પદ્ધતિ તે જાણો - Two students of Kutch University

કચ્છ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીએ કચ્છનું નામ રોશન કર્યું છે. ઘઉં નવા(Two students of Kutch University) છે કે જૂના તે જાણવા સંબંધિત રેપિડ ટેસ્ટ પદ્ધતિ સંશોધન અને પ્રયોગના (Quality of wheat Research )માધ્યમથી જાણવાની તેમની પદ્ધતિ રાષ્ટ્રીયસ્તરે પસંદગી પામી છે.

Quality of wheat Research : ઘઉં સંબંધિત સંશોધન માટે કચ્છ યુનિવર્સિટીના છાત્રોની રાષ્ટ્રીયસ્તરે થઇ પસંદગી, શું છે પદ્ધતિ તે જાણો
Quality of wheat Research : ઘઉં સંબંધિત સંશોધન માટે કચ્છ યુનિવર્સિટીના છાત્રોની રાષ્ટ્રીયસ્તરે થઇ પસંદગી, શું છે પદ્ધતિ તે જાણો

By

Published : Mar 26, 2022, 2:29 PM IST

કચ્છઃ ખેતીપ્રધાન દેશ ભારતમાં સૌથી વધારે ઉત્પાદન ઘઉંનું થાય છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા (Food Corporation of India)તેના ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવતો હોય છે તો ક્યારેક વરસાદ કે અન્ય હવામાનમાં થતાં ફેરફારોને કારણે (Quality of wheat Research )ઘઉંની ગુણવત્તા ખાવા લાયક છે કે નહીં આ ઉપરાંત તે કેટલા વર્ષો જૂના છે તે ચકાસવા માટે મહત્વની પદ્ધતિને વિકસાવવા નવી દિલ્હી સ્થિત ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની મુખ્ય કચેરી દ્વારા દેશભરની યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ પાસેથી નોંધણી મંગાવવામાં આવી હતી. જેમાં ફાઇનલ સ્ટેજમાં કચ્છ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે.

રાષ્ટ્રીય સ્તરે ઘઉંની ગુણવતા

ઘઉં નવા છે કે જૂના તે જાણવા સંબંધિત રેપિડ ટેસ્ટ પદ્ધતિ -કચ્છ યુનિવર્સિટીના (Kutch University)કેમેસ્ટ્રી વિભાગના કૌશિકી બેનરજી અને જય જોશી દ્વારા ઘઉંની ઉંમરનવા છે કે જૂના તે જાણવા સંબંધિત (Two students of Kutch University)રેપિડ ટેસ્ટ પદ્ધતિ સંશોધન અને પ્રયોગના માધ્યમથી જાણવા માટેની કેન્દ્રના તંત્ર એફસીઆઈ દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પ્રયાસમાં તબક્કાવાર કસોટીઓ અને ઇન્ટરવ્યુ બાદ રાષ્ટ્રીય સ્તરે અંતિમ બે પદ્ધતિઓમાં પસંદગી પામી છે.

ઇન્સ્ટિટયૂટ ઓફ ફૂડ સિક્યુરિટી પદ્ધતિનો પ્રેક્ટિકલ પ્રદર્શન -રાષ્ટ્રીય સ્તરની આ સ્પર્ધામાં પુરા દેશમાંથી બે જ ટીમો પસંદ થઇ છે. ગુજરાતમાંથી માત્ર એક જ ટીમ પસંદ થઇ છે અને તે પણ કચ્છ યુનિવર્સિટીના છાત્રોની. 29મી અને 30 માર્ચના રોજ ગુરુમુખી સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ ફૂડ સિક્યુરિટી કચેરી ખાતે આ પદ્ધતિનો પ્રેક્ટીકલ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. કચ્છ યુનિવર્સિટીના છાત્રોની આ પદ્ધતિની પસંદગી થશે તો કચ્છ યુનિવર્સિટીના છાત્રો દ્વારા શોધાયેલ પદ્ધતિ આખા ભારતમાં અપનાવવામાં આવશે જે કચ્છ માટે અનોખી સિદ્ધિ ગણાશે.

આ પણ વાંચોઃરાજકોટમાં ખેડૂતોએ શરૂ કરી કાળા ઘઉંની ખેતી

કચ્છ યુનિવર્સિટીના છાત્રો રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા -કચ્છ યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ કૌશિકી બેનરજી અને જોશીને કચ્છ યુનિવર્સિટી કેમેસ્ટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.વિજય રામે માર્ગદર્શન પુરું પાડ્યું હતું આ ઉપરાંત ડોક્ટર વિજય રામે ETV Bharat સાથેની વાતચીત દરમિયાન યુનિવર્સિટીના એનાલીટીકલ કેમેસ્ટ્રી વિભાગના સેમેસ્ટર 4ના બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે. ગુજરાતમાં એકમાત્ર કચ્છના છાત્રો પસંદ થયા છે જે કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, કચ્છ યુનિવર્સિટી અને કચ્છ માટે ગૌરવની વાત છે.

ગુરુગ્રામ સ્થિત કમિટી સમક્ષ કચ્છ યુનિવર્સિટીના છાત્રો રૂબરૂ ડેમોન્સ્ટ્રેશન આપશે -ઘઉં કેટલા વર્ષ જૂના છે તેમ જ ઘઉંની ગુણવત્તા કેવી છે તેની ચકાસણી કરવા માટે પહેલા પણ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. જે ખર્ચાળ હતી અને રિપોર્ટ આવતા પણ ઘણો સમય લાગતો હતો ત્યારે ઘઉંની ગુણવતા તુરંત જ જાણી શકાય તેવી રેપિડ પદ્ધતિ વિકસાવવાનો હેતુ છે. આગામી 29મી અને 30મી માર્ચના રોજ ગુરુગ્રામ સ્થિત કમિટી સમક્ષ આ કચ્છ યુનિવર્સિટીના છાત્રો રૂબરૂ ડેમોન્સ્ટ્રેશન આપશે. તથા કચ્છના બે છાત્રો સિવાય દેશમાંથી લુધિયાણાની સંશોધન સંસ્થા CIPHETની પસંદગી પણ થઈ છે.

વિદ્યાર્થીઓને પાંચ લાખની સ્કોલરશિપ મળશે -ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓએ કચ્છના ઘઉંના નમૂના લઇને છેલ્લા લગભગ દોઢ વર્ષથી મહેનત કરીને આ પદ્ધતિ વિકસાવી છે. જો કચ્છ યુનિવર્સિટીના છાત્રોની આ પદ્ધતિની અંતિમ પ્રોજેક્ટ માટે પસંદગી થશે તો વિદ્યાર્થીઓને પાંચ લાખની સ્કોલરશીપ મળશે ઉપરાંત આ ટેકનિક આખા (Quality of wheat Research ) ભારતમાં પણ અપનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ2 વિઘામાં 40 મણ કાળા ઘઉંનું વાવેતર કરનારા ઊના તાલુકાનાં સૌપ્રથમ ખેડૂત

ABOUT THE AUTHOR

...view details