ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાનની કચ્છ મુલાકાત, તૈયારીઓ અને આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ - kutch pm vizit

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની તા. 15મી ડિસે. 2020ની કચ્છ મુલાકાત સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહિરે આજે શનિવારે ધોરડો ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

વડાપ્રધાનની કચ્છ મુલાકાત, તૈયારીઓ અને આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ
વડાપ્રધાનની કચ્છ મુલાકાત, તૈયારીઓ અને આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ

By

Published : Dec 12, 2020, 7:47 PM IST

  • વડાપ્રધાનની કચ્છ મુલાકાતની તૈયારીઓ
  • તંત્રએ વિવિધ કામગીરીની કરી સમીક્ષા
  • રાજયપ્રધાને આયોજનની માહિતી મેળવી

કચ્છ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની તા. 15મી ડિસે. 2020ની કચ્છ મુલાકાત સંદર્ભે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઇ આહિરે આજે શનિવારે ધોરડો ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

વડાપ્રધાનની કચ્છ મુલાકાત, તૈયારીઓ અને આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ

કોવિડ- ૧૯ માર્ગદર્શિકા અનુસરવા ખાસ સુચના
વાસણભાઈ આહિરની અધ્યક્ષતા હેઠળ અને કલેકટર પ્રવિણા ડી.કે.ની આગેવાની હેઠળ યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કચ્છીઓ પ્રત્યે પ્રેમ દર્શાવે છે. ત્યારે એમના આગમનની વિશેષ ઘડીઓમાં સૌ તેમને સત્કારવા ઉત્સુક છે. તેમ જણાવીને સમગ્ર કામગીરી સાથે સંકળાયેલા તમામ સંબિધત પદાધિકારી/અધિકારીઓને વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસની તકેદારી હેઠળ કાર્યક્રમને સફળ રીતે સાકાર કરવા વિવિધ ચર્ચા કરાઈ હતી. ધોરડો ખાતે યોજાનારા કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ત્યારે કાર્યક્રમમાં જોડાનારા સર્વે મહાનુભાવો, અગ્રણીઓ, સ્થાનિકો અને આ કામગીરી સાથે સંકળાયેલા તમામને કોવિડ- 19 માર્ગદર્શિકા અનુસરવા અને તે પ્રમાણે આરોગ્ય વિભાગને કામગીરી કરવા પણ સૂચિત કર્યા હતા.

વડાપ્રધાનની કચ્છ મુલાકાત, તૈયારીઓ અને આયોજનની સમીક્ષા બેઠક યોજાઈ

તમામ આયોજન અનુરૂપ કામગીરીનું માર્ગદર્શન
મંગળવારે માંડવી અને ધર્મશાળાના પ્રજા કલ્યાણકારી વિકાસ કામ સી-વોટર ડી-સેલીનેશન પ્રોજેકટ અને સોલાર એનર્જી પાર્કના થનારા ભૂમિપૂજન માટે થયેલી સમગ્ર કામગીરીનો તાગ મેળવીને રાજયપ્રધાન વાસણભાઈએ કલેકટર અને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન સાથે સંકળાયેલા તમામ અધિકારી/કર્મચારીઓને પુરતી તકેદારી રાખવા પણ અનુરોધ કર્યો હતો. આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, તેમજ આ કાર્યક્રમને સંદર્ભે રચાયેલી વિવિધ સમિતિઓના અધિકારી/કર્મચારીઓ કોરોના કોવિડ-19ની ગાઇડલાઇનને અનુરૂપ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details