કચ્છઃ આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ હાલમાં ફેલાયેલી કોરોના વાઇરસ કોવીડ-19 વૈશ્વિક મહામારી હેઠળ આગામી ચોમાસાના સંદર્ભમાં આનુષંગિક આયોજન કરવા પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ હતી. ચોમાસાની આકસ્મિક પરિસ્થિતિ તેમજ લોકડાઉનના સંજોગોમાં લોકોને જીવન જરૂરી વસ્તુઓનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ રહે તે ધ્યાનમાં લેવા જણાવ્યું હતું.
આગામી ચોમાસાને ધ્યાનમાં તેમજ હાલમાં ફેલાયેલી કોરોના વાઇરસ કોવીડ-19 વૈશ્વિક મહામારી હેઠળ આગામી ચોમાસાના સંદર્ભમાં આનુષંગિક આયોજન કરવા, અને કોવીડ-19 ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખી દરેક પરિસ્થિતિમાં જિલ્લાના તમામ વિભાગોનાં સંકલનમાં સુચારૂ વ્યવસ્થા નિર્ધારિત કરવા જિલ્લા તંત્રની કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે પ્રિ-મોન્સુન બેઠક અને વી.સી. યોજાઇ હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા દ્વારા મીટીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ડીઝાસ્ટર મામલતદાર સી.આર.પ્રજાપતિ દ્વારા ચોમાસા તેમજ કોવીડ-19ની સ્થિતિને લગતા સામાન્ય મુદા્ઓ હાજર રહેલા તમામને માહિતગાર કર્યા હતા. ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ દ્વારા આગામી ચોમાસાને લગતા તેમજ ચોમાસા અન્વયે કોવીડ-19ની સહ સ્થિતિ હેઠળ વિવિધ મુદા્ઓ પર વિગતવાર ચર્ચા કરી હતી.
ચોમાસાની સામાન્ય પરિસ્થિતિ તેમજ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા તેમજ હાલની કોવીડ-19ની પરિસ્થિતિ સંદર્ભમાં તકેદારીઓ અને નિયંત્રણ અન્વયે જિલ્લાના તમામ વિભાગોને કલેકટર, કચ્છ દ્વારા યોગ્ય કામગીરી કરવા સૂચના અપાઇ હતી. હાલમાં ફેલાયેલા કોરોના વાઇરસ ૯ વૈશ્વિક મહામારી અંતર્ગત આગામી ચોમાસા દરમિયાન કચ્છ જિલ્લામાં કરવાની થતી તમામ પ્રકારની કાર્યવાહી દરમિયાન કોવીડ- 19 સબબની તકેદારી જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા કલેકટરએ ઉપસ્થિત તમામને સૂચના આપી હતી.
ચોમાસા દરમિયાન આકસ્મિક સંજોગોમાં સ્થળાંતર કરાવવાની ફરજ પડે ત્યારે સ્થળાંતરની સાથોસાથ સોશિયલ ડીસ્ટન્સીંગનો પણ ચુસ્તપણે પાલન થાય તે ધ્યાને લેવું. આ સિવાય ચોમાસાની કોઇપણ સ્થિતિમાં કોવીડ-19 સબબના સુરક્ષા માપદંડો જળવાઇ રહે તે ખાસ ધ્યાનમાં રાખવું.