કચ્છ : રાજયપ્રધાન વાસણભાઈ આહીરે વીડિયો કોન્ફરન્સ સાથે કેબિનેટ બેઠકમાં ચર્ચામાં જોડાયા બાદ વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન સાથે ચર્ચા થઈ છે કે કચ્છ જિલ્લા કલેકટર અને તંત્ર ખૂબ સજાગ છે. સ્વૈચ્છિક સંસ્થાઓએ, મહાજનોએ અને દાતાઓએ મુખ્યપ્રધાન રાહતનિધિમાં કચ્છ જિલ્લામાં 1 કરોડ 45 લાખ રૂપિયા કલેકટરને અર્પણ કરાયા છે.
કચ્છમાં 2.76 લાખ લાભાર્થીઓને રાશન, દાતાઓએ મુખ્યપ્રધાન રાહત ફંડમાં 1.45 કરોડ અર્પણ કર્યા - અન્નબ્રહ્મ યોજના
કચ્છમાં 2.76 લાભાર્થીઓને રાશન આપવામાં આવી રહયું છે. કચ્છ જિલ્લામાં બાકી રહેલા રાશનકાર્ડ વગરના જરૂરિયાતમંદો, અસંગઠિત મજૂરોને મુખ્યપ્રધાનની અન્નબ્રહ્મ યોજના હેઠળ રાશનકીટ આપવામાં આવશે.
કચ્છમાં ૨ લાખ ૭૬ હજાર લાભાર્થીઓને રાશન
કચ્છના બધા ધારાસભ્યોએ પોતાના ફંડમાંથી રૂ.25 લાખ ફાળવ્યા છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ સાંસદની ગ્રાંટમાંથી કોરોના વાયરસ માટે રૂ.1 કરોડની ફાળવણી કરી છે. જયારે પગારમાંથી રૂ. 1 લાખ અને બીજા 4 લાખ સેવા સાધનો માટે ફાળવ્યા છે. જે તે ધારાસભ્યોએ પોતાનો એક મહિનાનો પગાર મુખ્યપ્રધાન રાહત નિધિમાં આપ્યો છે. કચ્છી માડુઓ કયાંય પાછા પડે એમ નથી, તેમ જણાવી રાજયપ્રધાન આહીરે સાવચેતીને પગલે કચ્છમાં કોરોનાના કેસ વધ્યા નથી તે માટે કચ્છીપ્રજાનો આભાર વ્યકત કર્યો હતો.