ગુજરાત

gujarat

ETV Bharat / state

વવાર ગામની સીમમાં પિતા-પુત્ર દેશી બંદૂકથી કરતાં હતા શિકાર, પિતા પોલીસ પકડમાં - ગુજરાતના તાજા સમાચાર

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના વવાર ગામની સીમમાં શિકારી પ્રવૃત્તિ થતી હોવાની બાતમીના પગલે ઘટનાસ્થળે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં એક દેશી બંદૂક સાથે પિતા ઝડપાઇ ગયો હતો જ્યારે તેનો પુત્ર અન્ય એક દેશી બંદૂક ફેંકીને નાસી ગયો હતો.

વવાર ગામની સીમમાં પિતા-પુત્ર દેશી બંદૂકથી કરતાં હતા શિકાર, પિતા પોલીસ પકડમાં
વવાર ગામની સીમમાં પિતા-પુત્ર દેશી બંદૂકથી કરતાં હતા શિકાર, પિતા પોલીસ પકડમાં

By

Published : May 25, 2021, 3:44 PM IST

  • શિકારી પ્રવૃત્તિ થતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો
  • આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
  • ખાનગી બાતમીના આધારે આરોપી ઝડપાયો

કચ્છઃજિલ્લાના મુન્દ્રા તાલુકાના વવાર ગામની સીમમાં શિકારી પ્રવૃત્તિ થતી હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના પગલે પોલીસે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. પોલીસે પાડેલા દરોડામાં એક દેશી બંદૂક સાથે પિતા ઝડપાઇ ગયો હતો જ્યારે તેનો પુત્ર અન્ય એક દેશી બંદૂક ફેંકીને ત્યાંથી ભાગી ગયો હતો.

આ પણ વાંચોઃ તેરામાં ઢેલનો શિકાર કરનાર ઝડપાયો

પોલીસને મળી હતી બાતમી

મુન્દ્રા મરિન પોલીસ મથકે આ બનાવ અંગે નોંધાયેલી વિગત મુજબ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે વવારની સીમમાં અમુક લોકો બંદૂક સાથે શિકાર કરતા હોવાની બાતમી મળતાં વવારની પૂર્વ તરફની સીમમાં નર્મદા કેનાલવાળા રસ્તે પોલીસે એક શખ્સને દબોચી લીધો હતો જ્યારે અન્ય નાસી ગયો હતો.

આ પણ વાંચોઃ દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક વ્યક્તિની વિઠલાપુર પોલીસે ધરપકડ કરી

બન્ને વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

આરોપી સુમાર ગઢવીની વાડીમાં રહેતો હતો. પ્રેમજી મણીલાલને એક દેશી બંદૂક સાથે પકડવામાં આવ્યો હતો જ્યારે પોલીસના દરોડા દરમિયાન વધુ એક દેશી બંદૂક ફેંકીને પ્રેમજીનો પુત્ર વિનોદ નાસી ગયો હતો. પોલીસે બન્ને વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details