- કચ્છના આશરમાતા લેન્ડિંગ પોઇન્ટ નજીકના દરિયાકિનારા પાસેથી ચરસના 20 પેકેટ મળી આવ્યા3
- જુલાઈ માસમાં કચ્છમાંથી 84 કેફી દ્રવ્યોના પેકેટ મળ્યા
- તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
કચ્છ: જિલ્લામાં ઘણા સમયથી બિનવારસુ કેફીદ્રવ્યો (caffeine) ના પેકેટ મળી આવવાનો સિલસિલો જારી રહ્યો છે, ત્યારે અબડાસા અને લખપત દરિયાઇ વિસ્તારમાં તથા થોડા દિવસો અગાઉ માંડવીના દરિયા કિનારા પરથી પણ કેફીદ્રવ્યો (caffeine) ના પેકેટ મળી આવ્યા બાદ ફરી ગુરુવારે માંડવી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન કચ્છના આશરમાતા લેન્ડિંગ પોઇન્ટ નજીકના દરિયાકિનારા પરથી બિનવારસી ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા.
સુરક્ષા એજન્સીઓએ પણ વધારે તપાસ હાથ ધરી
આ ઘટનામાંં પ્રાથમિક માહિતી મુજબ માંડવી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન આશરમાતા લેન્ડિંગ પોઇન્ટ નજીકના દરિયાકિનારા પાસેથી બિનવારસુ ચરસના 20 પેકેટ મળી આવ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય કિંમત 30 લાખ રૂપિયાની છે. આ અંગે સુરક્ષા એજન્સીઓ (Security agencies) એ પણ વધારે તપાસ હાથ ધરી છે.
જુલાઈ માસમાં કચ્છમાંથી 84 કેફી દ્રવ્યોના પેકેટ મળ્યા
છેલ્લા 20 દિવસોમાં કચ્છ જિલ્લામાં 84 જેટલાં કેફીદ્રવ્યો (caffeine) ના પેકેટ મળી આવ્યા હતાં. જેની કિંમત 1.16 કરોડ રૂપિયાની છે. અવારનવાર કચ્છ જિલ્લામાં દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો છે, ત્યારે તમામ સુરક્ષા એજન્સી (Security agencies) ઓ તથા પોલીસની ટીમો દ્વારા સતર્ક બનીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.