કચ્છ : કચ્છની દરિયાઈ સીમાથી અવાર નવાર કેફી દ્રવ્યો મળી આવવાના (Charas Seized from Kutch) કિસ્સાઓ સામે આવતા રહે છે. આ ઉપરાંત કચ્છના દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ (Jakhau Sea Area Charas) મળી આવવાનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે જખૌના દરિયાઈ (Kutch Jakhau Sea Area) વિસ્તારમાંથી BSFના જવાનોને બિનવારસી હાલતમાં ચરસના 2 પેકેટ મળી આવ્યા છે.
આ પણ વાંચો :કચ્છમાં ચરસ મળવાનો સિલસિલો યથાવત, જખૌ નજીકથી વધુ 24 પેકેટ ચરસ મળ્યું
જખૌ દરિયાઈ વિસ્તારમાંથી ચરસના પેકેટ મળ્યા -કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની (Coastal Boundary of Kutch) બોર્ડર પરથી અવાર નવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવે છે. આ ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાય છે. ત્યારે હવે કચ્છના જખૌ બંદર પાસેના વિસ્તારમાંથી BSFના જવાનોને ફૂટ પેટ્રોલિંગ (Foot Patrolling in Kutch) કરતા સમયે ચરસના 2 પેકેટ મળી આવ્યા છે.
આ પણ વાંચો :કેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત
1481 ચરસના પેકેટ જપ્ત-BSFના જવાનો દ્વારા કબજે કરાયેલા બિનવારસી ચરસના 2 પેકેટ લઈને વધુ તપાસ માટે મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. તપાસ એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. તો અગાઉ આ વિસ્તારમાંથી જે પ્રકારના ચરસના પેકેટ મળી આવ્યા છે. આ અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રિક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા હતા. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે. જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. તેમજ 20 મે, 2020 થી BSF અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1481 ચરસ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.