ભુજ આગામી 28મી ઓગસ્ટના પીએમ મોદી કચ્છના પ્રવાસે PM Modi to visit Gujarat on aug 27,આવશે અને ભુજ ખાતે રોડ શો Pm Modi road show in kutch august 2022, યોજશે અને સ્મૃતિ વનનું લોકાર્પણSmriti Van in Kutch , કરશે. કચ્છમાં પીએમ મોદી દ્વારા વિવિધ પ્રોજેક્ટ લોકાર્પણ PM in Kutch to Inaugurate Projects , કરવા સાથે પીએમ મોદી કચ્છ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે કચ્છના લોકોની સભાને સંબોધશે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તે માટેની તમામ તૈયારીઓની સમીક્ષા CM reviewed Preparations, પણ કરી હતી.
શા માટે મહત્ત્વની છે આ મુલાકાતમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભુજમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનારા સ્મૃતિવન મેમોરિયલ તેમજ વડાપ્રધાનના કચ્છ યુનિવર્સિટીના ખાતેના કાર્યક્રમના સભામંડપની મુલાકાત લઇને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Gujarat Assembly Election 2022, આવી રહી છે ત્યારે પીએમ મોદીના આ કાર્યક્રમને PM Modi Gujarat visit, મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
કઇ કઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુંમુખ્યપ્રધાન સ્મૃતિવન ખાતે વિવિધ ગેલેરી, બ્લોક, ચેકડેમ અને સનસેટ પોઈન્ટ વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે કામગીરીની અનુલક્ષીને વિવિધ એજન્સી તથા વહીવટીતંત્રના અધિકારીઓ પાસેથી પ્રકલ્પોની વિગતવાર માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મુખ્યપ્રધાને સ્મૃતિવન મેમોરિયલ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું. મુખ્યપ્રધાને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી સભાસ્થળ ખાતે મંડપ વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા સહિતની ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમના વ્યવસ્થાપન અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને સુચારુ આયોજન માટે તાકીદ કરી હતી.
2થી 3 લાખ લોકો સમાઈ શકે તેવા ડોમ તૈયાર થઈ રહ્યા છેભુજમાં વડાપ્રધાનના રોડ શો માટે મુખ્યત્વે ભુજ શહેર અને તાલુકા મંડલને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજીત પોણા ત્રણ કિલોમીટર લાંબા રોડ શોને અલગ અલગ 14 ક્લસ્ટરમાં વહેંચીને પ્રત્યેક ક્લસ્ટરદીઠ કાર્યકરોની સંખ્યા અને વ્યવસ્થા માટે જુદી જુદી ટીમોને વ્યવસ્થા સોંપવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા મંડપમાં બે લાખથી વધુ લોકોને એકત્ર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રામ પંચાયત કક્ષાએથી, તાલુકા ભાજપ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો, નગર સેવકોને લોકો એકત્ર કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે.