ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છઃ ભુજ હાટ ખાતે એક્ઝિબિશનનું કરાયું આયોજન - મોતીવર્ક

કોરોનાકાળ બાદ ભુજના ભુજ હાટને અંદાજે એક વર્ષ બાદ વિધિવત ખુલ્લું મુકાયું હતું. ભુજ હાટ મધ્યે 10 દિવસનું હેન્ડિક્રાફ્ટ એક્સિબિશન રાખવામાં આવ્યું છે. જેને લીધે સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહે.

ભુજ હાટ મધ્યે એક્ઝિબિશનનું આયોજન
ભુજ હાટ મધ્યે એક્ઝિબિશનનું આયોજન

By

Published : Feb 21, 2021, 4:01 PM IST

  • કારીગરોને 50 સ્ટોલ આપવામાં આવ્યાં
  • તેઓ પોતાની કળા-કારીગરી પ્રદર્શિત કરશે
  • પોતાના દ્વારા બનાવેલી વસ્તુઓનું વેંચાણ કરશે

કચ્છ: ભુજ હાટ કોરોનાકાળ બાદ અંદાજે એક વર્ષ બાદ વિધિવત ખુલ્લું મુકાયું હતું. ભુજ હાટ મધ્યે 10 દિવસનું હેન્ડિક્રાફ્ટ એક્સિબિશન રાખવામાં આવ્યું છે, જેને લીધે સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહેશે.

દરેક કારીગરને સરકાર તરફથી રોજના 300 રૂપિયા આપવામાં આવશે

આ એક્સિબિશનમાં અનુસૂચિત જાતિના કારીગરોને 50 સ્ટોલ આપવામાં આવ્યા છે. જેમાં તેઓ પોતાની કળા કારીગરી પ્રદર્શિત કરશે. પોતાના દ્વારા બનાવેલી વસ્તુઓનું વેંચાણ કરશે. આ સ્ટોલ માટે તેમના પાસેથી કોઈ પણ ભાડું લેવામાં આવ્યું નથી અને આ ઉપરાંત દરેક કારીગરને સરકાર તરફથી રોજના 300 રૂપિયા આપવામાં આવશે. આ એક્સિબિશનનો મુખ્ય હેતુ નાના કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે જેથી તેમને ખ્યાલ આવે અને તેમની કળાને યોગ્ય વળતર મળે.

એક્સિબિશનનું આયોજન ભારત સરકારના વસ્ત્રમંત્રાલય દ્વારા કરવામાં આવ્યું

આ એક્સિબિશનનું આયોજન વસ્ત્રમંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. આ એક્સિબિશન 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી હશે. અહીં ભરતકામ, કોપરબેલ, મડવર્ક, બાટિક, વુડનવર્ક, લેધરવર્ક, મોતીવર્ક, એમ્બ્રોડરી વર્ક વગેરે જેવા કળાઓ એક જ જગ્યાએ જોવા મળશે.

કચ્છઃ ભુજ હાટ ખાતે એક્ઝિબિશનનું કરાયું આયોજન

ABOUT THE AUTHOR

...view details