કચ્છઃ રાજ્ય સરકારે દિવાળીના તહેવાર સમયે પેટ્રોલ અને ડીઝલમાં ટેકસ ઘટાડી એકી ઝાટકે કિંમત લિટરે 10 થી 12 રૂપિયા ઘટાડી દીધી છે. અંદાજે ચાર માસથી વધુ સમય માટે કિંમતો(Petrol Diesel Price ) સ્થિર રખાયા બાદ યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી સંપન્ન થતાની સાથે જ હવે ફરી દરરોજ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલની તુલનાએ ડીઝલની કિંમતમાં થતો વધારો તમામ ક્ષેત્રમાં ગંભીર અસરો (Bhuj Transport Association)પહોંચાડતો હોય છે ત્યારે પાછલા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાથી કચ્છમાં ટ્રાન્સપોર્ટ ભાડા વધી ગયા છે તો ટુર પેકેજોમાં પણ ભાવ વધારાનો ડામ લાગવાની તૈયારીઓ ચાલી રહી છે.
ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટના ભાડા પર અસર -ડીઝલમાં 9 દિવસમાં રૂપિયા 5.80 વધારો થયો અને હજુ પણ વધારો જારી છે. માલ પરિવહનમાં 65 ટકા ખર્ચનો હિસ્સો ડિઝલનો હોય છે અનેડિઝલના ભાવવધતા નજીકના સમયમાં જો ઘટાડો ન આવે તો 10 ટકા સુધી ટ્રાન્સપોર્ટ ભાડા (Price increase in tour package )વધારાશે. જો કે હજુ ટ્રાવેલ્સ બસોના ભાડા હજુ સુધી વધ્યા નથી. પરંતુ મહિના પછી વેકેશન શરૂ થતા અને ડીઝલના ભાવ આ રીતે વધતા રહે તો તેના ભાડામાં પણ વધારો કરાશે. મોટાભાગે ધંધાર્થીઓ સીઝન હોય ત્યારે ભાડા વધારતા હોય છે. ભુજમાં હાલ પેટ્રોલનો ભાવ લિટરદીઠ 105.38 છે તો ડીઝલનો ભાવ લિટરદીઠ 99.73 છે.
જૂની કિંમતોએ માલ સામાનનું પરિવહન કરવું શક્ય નથી -ભુજ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીયેશનના પ્રમુખ પ્રબોધ મુનવરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, પાછલા થોડા દિવસોથી ડીઝલની કિંમતમાં સતત ઉછાળો થઈ રહ્યો છે. ડીઝલની કિંમતો વધતા ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધ્યા છે. જૂની કિંમતોએ માલ સામાનનું પરિવહન કરવું શક્ય ન રહેતા ટ્રાન્સપોર્ડ ભાડામાં 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.