- મુરૂ ગામમાં પાણીની તંગી સર્જાઈ
- ગામનો ટાંકો જર્જરિત હાલતમાં
- બિનઆરોગ્યપ્રદ પાણીનું વિતરણ
- ઘણા વર્ષોથી લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે
કચ્છ : નખત્રાણા તાલુકાના મુરૂ ગામે આમ તો પાણી મળે છે ખરું, પરંતુ તેની ગુણવત્તા આરોગ્યપ્રદ નથી. ગામમાં જે લાઇનો મારફતે પાણી મળે છે, એ લાઈનો 30 વર્ષો જૂની થઈ ગઈ છે. તો ગામમાં આવેલો પાણીનો ટાંકો પણ જર્જરિત હાલતમાં ગમે ત્યારે પડી જાય એવી પરિસ્થિતિ છે. આ પાણીના ટાંકાની ઉપરની છત તૂટી ગયી છે. પરિણામે તેની અંદર ઉપરથી કચરો કે પક્ષીઓ અંદર પડી જાય છે. જેના પરિણામે આ પાણી દુષિત થાય છે. જેથી ડહોળુ પાણી પણ વિતરિત થઇ રહ્યું છે તેવી વાત ગામલોકોએ જણાવી હતી.
આ પણ વાંચો : કચ્છના મુરૂ ગામે નથી કોઈ આરોગ્ય કેન્દ્ર કે નથી કોઈ કોવિડ કેર સેન્ટર
પાણીના સંગ્રહ અંગે તકલીફ
ગામમાં દરેકના ઘરમાં પાણીના ટાંકાઓ નથી પરિણામે સંગ્રહ કરી શકે એવી વ્યવસ્થા નથી. પાણીના આવવાનો સમય પણ નિશ્ચિત નથી હોતો. જ્યારે પાણી આવે છે ત્યારે ગામના લોકોને બીજાના ઘરેથી પાણી ભરવુ પડે છે અને એ પણ જેનો ટાંકો છે તે ભરવા માટે મંજૂરી આપે તો જ પાણી તેમને પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : મુરૂ ગામ પાસે ટ્રક અને ડમ્પર સામસામે અથડાતાં લાગી આગ, ડમ્પર ચાલકનું મોત