કચ્છભારતીય વાયુસેનાના (Indian Air Force) નલિયા યુએવી મિશન અને BSFની સયુંક્ત ઑપરેશન (BSF india) કરી મોટી સફળતા મેળવી છે. ભૂજ BSFની ટીમને 2 પાકિસ્તાની માછીમારોની ધરપકડ (pakistani fishermen arrested) કરવામાં સફળતા મળી છે.
કચ્છમાંથી ફરી 2 પાકિસ્તાની માછીમારોની ધરપકડ, BSFની ટીમનું સફળ ઑપરેશન
કચ્છમાં બીએસએફની ટીમે (BSF india) 2 પાકિસ્તાની માછીમારોની ધરપકડ (pakistani fishermen arrested) કરી છે. યુએવી મિશન અને બીએસએફની ટીમે સંયુક્ત ઓપરેશન કરીને આ પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા હતા.
અગાઉ પાકિસ્તાની માછીમારો બોટ છોડીને ભાગ્યા હતા થોડાક દિવસો અગાઉ જ માછીમારી માટે આવેલી 1 પાકિસ્તાની બોટ જપ્ત (pakistani fishermen arrested) કરવામાં આવી છે. જોકે, માછીમારો બોટ છોડીને ભાગી ગયા હતા. ત્યારે આજે સયુંક્ત કામગીરીમાં 2 પાકિસ્તાની માછીમારો ઝડપાઈ (pakistani fishermen arrested) ચૂક્યા છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા માછીમાર 35 વર્ષીય યાસીન શેખ અને 25 વર્ષીય મોહમ્મદ શેખ બંને પાકિસ્તાનના સુજાવલીના રહેવાસી છે.
વિશેષ ઑપરેશન10 ઓક્ટોબરે લગભગ 11.40 વાગ્યે, AFS નલિયા દ્વારા શરૂ કરાયેલા યુએવી મિશનમાં હરામી નાળાની આડી ચેનલના (harami nala kutch) સામાન્ય વિસ્તારમાં 6 માછીમારી બોટની સાથે કેટલાક માછીમારોની હિલચાલ જોવા મળી હતી. તેમણે પરિસ્થિતિ પર સતત નજર રાખી અને BSF ભુજને જાણ કરી હતી. BSF ભુજે (BSF india) તાત્કાલિક 900 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા હરામીનાળા વિસ્તારમાં (harami nala kutch) વિશેષ ઑપરેશન શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં BSF જવાનોએ 2 પાકિસ્તાની માછીમારોને પકડી લીધા છે. હજી પણ ઓપરેશન ચાલુ છે. વધુ તપાસમાં હજી વધારે પાકિસ્તાની માછીમારો ઝડપાય તેવી શક્યતાઓ છે.