ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂજમાં બને છે છાણ અને ગૌમુત્રના મિશ્રણ સાથે ઓર્ગેનિક રાખડી - Organic Rakhi is made with a mixture

રક્ષાબંધનના આગામી તહેવારને લઈને વિવિધ રાખડીઓ બજારમાં આવી ગઈ છે. દર વર્ષે કંઇક નવીન રાખડીઓ બહેનોમાં વધારે લોકપ્રિય થાય છે. તેવી જ રીતે કચ્છમાં સરહદના જવાનો માટે એક લાખ રાખડીઓ તૈયાર થઈ રહી છે તો બીજી તરફ કચ્છ કુકમા ગામમાં ગૌમૂત્ર અને છાણ વડે ઉર્જા આપતી સંજીવની રાખડી તૈયાર થઈ રહી છે. આ વર્ષ આ ટ્રસ્ટ 5000 રાખડીઓ બજારમાં મૂકશે.

ભૂજમાં બને છે છાણ અને ગૌમુત્રનું મિશ્રણ સાથે ઓર્ગેનિક રાખડી
ભૂજમાં બને છે છાણ અને ગૌમુત્રનું મિશ્રણ સાથે ઓર્ગેનિક રાખડી

By

Published : Jul 23, 2020, 7:37 PM IST

ભૂજ: તાલુકાના કુકમા ગામ નજીક આવેલા રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટ દ્વારા ગૌ આધારિત સંજીવ ખેતી માટે વ્યાપક પ્રમાણમાં વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ સંજીવની રાખડી તૈયાર કરી રહ્યું છે.

રાખી બનાવતા સમયે

ટ્રસ્ટની 400થી વધુ ગાયના છાણ અને મૂત્ર વડે આ સંસ્થા રાખડી તૈયાર કરી રહી છે.

એક આકાર તૈયાર કરીને ગાયના છાણના મિશ્રણ સાથે આ રાખડી તૈયાર થાય છે અને પછી તેના પર વિવિધ ડિઝાઇન પણ કરવામાં આવે છે.

ઓર્ગેનિક રાખડી
ટ્રસ્ટના પ્રમુખ મનોજભાઇ સોલંકીએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગૌમૂત્ર છાણ વડે સંજીવ ખેતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સંજીવની રાખડી તૈયાર કરી રહ્યા છીએ. છાણમાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે. છાણમાં લક્ષ્મી માતાનો વાસ કહેવાય છે.
રાખી બનાવતા સમયે

આ રાખડીથી અનોખી ઊર્જા પ્રાપ્ત થાય છે. સ્થાનિક કારીગરો 400 ગાયના છાણનો ખાસ મિશ્રણ કરીને આ રાખડી તૈયાર કરે છે. પ્રથમ વર્ષ 2000 અને બીજા વર્ષ 3000 રાખડીઓ બાદ આ સતત ત્રીજા વર્ષ લોકોની માગને ધ્યાને રાખીને 5000 રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.

ભૂજમાં બને છે છાણ અને ગૌમુત્રનું મિશ્રણ સાથે ઓર્ગેનિક રાખડી

ABOUT THE AUTHOR

...view details