કચ્છની તમામ પંચાયતોને સખી મંડળો પાસે લાખો માસ્ક તૈયાર કરાવવા આદેશ
કચ્છમાં કોરોના સામેના જંગમાં તંત્રએ વિવિધ કામગીરીઓ આદરી છે. તંત્રએ જિલ્લાભરમાં માસ્કનું પુરતું વિતરણ થાય અને સખી મંડળોના માધ્યમથી મહિલાઓને રોજગારી મળે તે હેતુંથી કચ્છમાં તમામ ગ્રામ પંચાયતોના માધ્યમથી માસ્ક તૈયાર કરવી કામગીરી શરૂ કરાવી દીધી છે.
કચ્છ: જિલ્લામાં કોરોના સામેના જંગમાં તંત્રએ વિવિધ કામગીરીઓ આદરી છે. તંત્રએ જિલ્લાભરમાં માસ્કનું પુરતું વિતરણ થાય અને સખી મંડળોના માધ્યમથી મહિલાઓને રોજગારી મળે તે હેતુંથી કચ્છમાં તમામ ગ્રામ પંચાયતોના માધ્યમથી માસ્ક તૈયાર કરવી કામગીરી શરૂ કરાવી દીધી છે. સાથે રાશનકાર્ડની 30 દુકાન સંચાલકોનું આરોગ્ય પરીક્ષણ કરાયુ હતું. આ ઉપરાંત આવતીકાલે ભૂજના પત્રકારો માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું છે.
જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ ઈટીવી ભારતને જણાવ્યુ હતું કે 14માં નાણાંપચની ગ્રાન્ટમાંથી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને સખી મંડળો પાસેથી માસ્ક ખરીદીનો આદેશ આપવામાં આવ્યો છે. પંચાયતના કર્મચારીઓ સફાઈ કામદારો, મનરેગાના શ્રમિકોનેે માસ્ક વિતરણ થઈ શકે અને સાથેસાથે સખી મંડળોને કપરા સમયમાં રોજગારી અને આવક મળી રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં સખી મંડળોને પોલીસ તંત્ર પીજીવીસીએલ, ખાનગી કંપનીઓ સંસ્થાઓ માટે 2.51 લાખ માસ્કનો ઓર્ડર મળ્યો છે. જેમાંથી 24 લાખની આવક થઈ છે. હજુ પણ તેમાં વધારો થશે.
દરમિયાન આજે કચ્છ જિલ્લાના રાશન દુકાન સંચાલકો માટે સામુહિક -પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી જેમાં 300 લોકોનું પરીક્ષણ કરાવાયું હતું. આવતીકાલે ફિલ્ડમાં કામ કરતા વિવિધ માધ્યમોના પત્રકારો માટે આરોગ્ય પરીક્ષણ કેમ્પનું આયોજન કરાયું છે.