ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓની જાતીય સતામણી કમિટી રચવા રાષ્ટ્રીય મહિલા આયોગનો આદેશ - ભુજ

ભુજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થીનીઓના માસિક ધર્મ દરમિયાન તપાસ કરવાના કિસ્સામાં બે દિવસીય તપાસ માટે કચ્છ ખાતે આવેલા રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલા દેસાઈએ આજે કચ્છ યુનિવર્સિટી ખાતે કચ્છ જિલ્લાની તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે એક બેઠક કરી હતી. જેમાં ખાસ કરીને આ તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે કચ્છમાં vishakha guidelines અને મહિલાઓની જાતીય સતામણીની કમિટીઓ એક પણ સંસ્થામાં રચાયું હોવાની વિગતો સ્પષ્ટ થતાં આયોગે નારાજગી વ્યક્ત કરી હતી

મહિલાઓની જાતીય સતામણી કમિટી રચવા રાષ્ટ્રીય મહિલા આયોગનો આદેશ
મહિલાઓની જાતીય સતામણી કમિટી રચવા રાષ્ટ્રીય મહિલા આયોગનો આદેશ

By

Published : Feb 17, 2020, 1:06 PM IST

ક્ચ્છ : રાષ્ટ્રીય મહિલા આયોગ કે ગઈકાલે કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ.દર્શના ધોળકિયા સહિતના જવાબદારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે સ્પષ્ટ થયું હતું કે કચ્છ જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ પર જેની રેગ્યુલેટરી ઓથોરિટીની જવાબદારી છે તે કચ્છ યુનિવર્સિટીમાં પણ મહિલાઓની સુરક્ષા સલામતી માટેની કોઈજ કમિટી કાર્યરત નથી. જેના અનુસંધાને મહિલા આયોગે આજે કચ્છ યુનિવર્સિટીમાં આયોજન કર્યું હતું.

મહિલાઓની જાતીય સતામણી કમિટી રચવા રાષ્ટ્રીય મહિલા આયોગનો આદેશ

આ આયોજનમાં તમામ સમિતિઓ રચીને વિદ્યાર્થીઓ અને ખાસ કરીને કચ્છ જિલ્લાની તમામ વિદ્યાર્થીની યુવતીઓ માટે આ સમિતિઓની રચના કરવા અંગેનું યોગ્ય સૂચન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details