કચ્છમાં વર્ષોથી ચર્ચામાં રહેલા મુખ્ય આરોપી જયંતિલાલ ઠક્કર ડુમરાવાળાની ગળપાદર જેલમાંથી ધરપકડ કરાઈ હતી. રાજકીય અને સામાજિક રીતે આગેવાન, કચ્છ ભાજપના નેતા અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યાના મામલામાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી ભોગવે છે. CID ક્રાઇમ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે આરોપીનો ગળપાદર સબજેલથી કબજો મેળવાયો હતો. વિંઝાણના જમીનના કેસમાં આરોપીની CID ક્રાઇમ વિભાગના ગાંધીનગર સ્થિત એન્ટિફ્રોડ સેલના ઇન્સ્પેકટર એમ.યુ.મસી દ્વારા આ ધરપકડ કરાઇ હતી. કોર્ટે 15 દિવસના રિમાન્ડની માગણી સાથે 21મી મે સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા.
કચ્છમાં ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી ખેતધીરાણ મેળવતો આરોપી ઝડપાયો - BANK LOAN
કચ્છ: જિલ્લાના અબડાસાના વિંઝાણ ગામના મૃત્યુ પામેલા મહિલાના નામની જમીનનો ખોટો દસ્તાવેજ બનાવીને તે જ રીતે અન્ય જમીન પર 7 ખેડૂતોના નામે રૂ.7.82 કરોડની બેંક લોન લેવામાં આવી હતી. આ કેસમાં અંતે CID ક્રાઈમ બ્રાંચ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરીને ભૂજ અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં અદાલતે 21મી મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સમગ્ર કેસની વિગતો મુજબ, કચ્છના અબડાસા તાલુકાના વિંઝાણ ગામના વ્રજકુંવરબા જેઠુજી જાડેજાના નામની ખેતીની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી તે જમીન પર ખેતધિરાણ મેળવાયું હતું. તો જુદા-જુદા સાત ખેડૂતોના નામે તેમની જાણબહાર રૂ. 7.82 કરોડનું ખેતવિષયક ધિરાણ બળદિયા (ભુજ) સ્થિત IDBI બેંક પાસેથી મેળવાયું હતું. આ મામલામાં છેલ્લા લાંબા સમયથી કાનૂની દાવપેચ અને ઉતાર-ચઢાવ આવ્યા બાદ અંતે વ્રજકુંવરબાના પુત્રની ફરિયાદ લઇને CID ક્રાઇમ દ્વારા જેન્તી ઠક્કર, તેના ભાણેજ કુશલ ઠક્કર, પિતરાઇ ભાઇ કમલેશ ઠક્કર ઉપરાંત ભદ્રેશ એગ્રોના ભદ્રેશ વસંતરાય મહેતા, તેમના પત્ની હિનાબેન અને પુત્ર પાર્થ સામે વિવિધ કલમો હેઠળ ફોજદારી ગુનો દાખલ કરેલો છે.