ગુજરાત

gujarat

ETV Bharat / state

માધાપરમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસીને છરીની અણીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો - Madhapar

ભુજ તાલુકાના માધાપર ગામે ગત રાત્રે વૃદ્ધ મહિલાના ઘરમાં અજાણ્યા યુવાને ઘૂસીને છરીની અણીએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

rape
માધાપરમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસીને છરીની અણીએ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો

By

Published : May 15, 2021, 12:31 PM IST

  • છરીની અણીએ દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરાયો
  • રાત્રે બનેલી ઘટનાથી પોલીસની દોડધામ
  • અંતે નિષ્ફળ જતાં મોબાઇલ લૂંટીને ભાગી ગયો

ભુજ : માધાપરમાં નવાવાસમાં આવેલા નરનારાયણદેવ નગર વિસ્તારમા રાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. ઘટના મુજબ ઘરમાં વૃદ્ધ મહિલાના પતિ તેમની નાઈટ ડયુટી પર ગયા હતા, ત્યારે ઘરના રસોડાના દરવાજાની સ્ટોપર ખોલીને અજાણ્યો વ્યક્તિ વૃદ્ધા જે રૂમમાં સૂતા હતા ત્યાં પહોંચ્યો હતો અને મહિલાનું મોઢું હાથથી દબાવી તેમના મોઢે લાલ રંગનું કોઈ પ્રવાહી લગાવ્યું હતું અને પછી છરી બતાવી વૃદ્ધા સાથે ત્રણ વાર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે તપાસ હાથ ધરી

ઘટના વિશે પોલીસને જાણ થતાં ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર આર. ડી.ગોજીયા અને સ્ટાફના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી સૌરભસિંઘ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ પણ માધાપર પહોંચ્યા હતા.

આ પણ વાંચો : દ્વારકામાં 11 વર્ષના સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું

અજાણ્યા હિન્દીભાષી વિરૂદ્ધ ગુનો દાખલ

ભોગ બનનાર વૃદ્ધાએ આ બાબતે અંદાજિત 20 થી 25વર્ષની વયના અજાણ્યા હિન્દીભાષી યુવાન સામે ગુનો નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે છરી બતાવીને મને કહેતો હતો કે મે તુઝે માર દુંગા, માર દુંગા.આ સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details