- નવા વેરિયન્ટ ઓમિક્રોનOmicron Variant alert in kutch, તંત્રસતર્ક
- 2500 ઓકસીજન બેડ, 15 જેટલા PSA oxigen generator plant તૈયાર
- Kutch Health Department Alert રહી સર્વેલન્સની કામગીરી વધારવામાં આવી
કચ્છ :કચ્છ જિલ્લામાં ખાસ કરીને ક્રિસમસના તહેવાર દરમિયાન આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડમાં વસતા (Kutch NRI Visit Homeland) કચ્છીઓ કચ્છમાં વતનની મુલાકાતે (Kutch Health Department Alert) આવતા હોય છે. ત્યારે નવો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ આ ક્ષેત્રોમાં હોવાથી કચ્છના આરોગ્ય તંત્રએ અને વહીવટી તંત્રએ સતર્કતા (Omicron Variant alert in kutch) વધારી છે. કોરોનાકાળમાં વિમાનીસેવા બંધ રહી હતી પરંતુ હાલમાં જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું ( Corona Update in Kutch ) ત્યારે ફરીથી ચાલુ કરાઈ હતી. ક્રિસમસ દરમિયાન કચ્છ પાછા આવવા એનઆરઆઇ 15મી ડિસે.થી ટિકિટ કઢાવતા હોય છે પરંતુ થોડાક દિવસોથી કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ સંક્રમણનો ભય ફેલાયો છે ત્યારે જોવું એ રહ્યું કે ભારત સરકાર શું નિર્ણય લે છે.
રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન વગેરે સ્થળે તપાસ માટેની સતર્કતા વધારી દેવાઇ
કચ્છમાં હજુ સુધી નવા વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસના લક્ષણોવાળા કોઇ એનઆરઆઇ (Kutch NRI Visit Homeland)હજુ આવ્યા ( Corona Update in Kutch ) નથી. છતાં પણ કચ્છના આરોગ્યતંત્ર દ્વારા (Omicron Variant alert in kutch) કચ્છમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન વગેરે સ્થળે તપાસ માટેની સતર્કતા (Kutch Health Department Alert) વધારી દેવાઇ છે. જો કોઇ બિનનિવાસી ભારતીય કચ્છમાં આવશે તો આરોગ્ય તંત્ર તેના સંપર્કમાં રહેશે તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે જણાવ્યું હતું.
પોઝિટિવ સેમ્પલને વાયરોલોજી લેબ પૂના ખાતે મોકલવામાં આવશે
કચ્છમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટના પ્રવેશ થવાની સંભાવના (Omicron Variant alert in kutch) અંગે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ જણાવ્યું હતું કે અમદાવાદના વિમાની મથકે આવનારા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ (Kutch Health Department Alert) કરાય છે. લક્ષણો જણાય તો ( Corona Update in Kutch ) સેમ્પલ લઇ વાયરોલોજી લેબ પૂના ખાતે મોકલાય છે. જો એનઆરઆઇને (NRI) કોરોના પોઝિટિવના લક્ષણો વિદેશમાં દેખાયા હોય કે ભારત આવ્યા બાદ જણાય તો 14 દિવસ અમદાવાદ ખાતે જ ક્વોરન્ટાઇન કરાશે.
સારવારની જરૂર જણાશે તો હોસ્પિટલ મોકલાશે, તૈયારીઓ કરવામાં આવી છે: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
કચ્છ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron Variant alert in kutch) તથા સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીના ભાગરૂપે 2500 ઓકસીજન બેડ ICUની સુવિધા સાથે તૈયાર (Kutch Health Department Alert) થઈ ચૂક્યા છે.15 જેટલા PSA oxigen generator plant લાગી ચૂક્યા છે અને કાર્યરત છે ઉપરાંત 3 જેટલા પ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા લગાડવામાં આવ્યા છે અને 8 જેટલા પ્લાન્ટ ( Corona Update in Kutch ) હાલ નિર્માણ પામી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે.