ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફની હડતાળ - Indefinite term

ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે બુધવારે નર્સિંગ સ્ટાફની માંગોના સંતોષાતા હડતાળ પર ઉતર્યા હતા, તેમના દ્વારા વિવિધ માંગો માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળ કરવામાં આવી હતી.

hos
ભુજની મેન્ટલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફની હડતાળhos

By

Published : May 19, 2021, 7:12 AM IST

  • કચ્છ મેન્ટલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવી હડતાળ
  • સરકાર પાસે 12 વિવિધ માંગણી સાથે કરવામાં આવી હડતાળ
  • 19મે થી અચોક્કસ મુદતની હડતાળ માટે ઉતરશે સ્ટાફ

કચ્છ: જિલ્લાની મેન્ટલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા છેલ્લા 12 વર્ષથી સરકાર પાસે જુદી જુદી પડતર માંગણીઓ કરવામાં આવી હતી અને સરકાર સાથે અવાર નવાર મીટીંગો પણ કરવામાં આવી હતી પરંતુ આજ સુધી કોઈ પણ માંગોનું નિરાકરણ ન આવતા બુધવારે સ્ટાફ દ્વારા હડતાળ કરવામાં આવી હતી.

માંગોને લઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું

મેન્ટલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા વિવિધ માંગોને લઈને મુખ્પ્રધાન તથા આરોગ્યમંત્રી તથા વિવિધ અધિકારીઓને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં ના આવતા નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય હડતાળ બાદ સરપંચો મેદાનમાં

અચોક્ક્સ મુદત માટે હડતાળ

આ અંતર્ગત યુનાઇટેડ નર્સિંગ ફોરમ ગુજરાત રાજ્ય દ્વારા બુધવાર પ્રતીક હડતાળ અને ત્યારબાદ 19 મેથી અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવશે. નર્સિંગ સ્ટાફને સેન્ટ્રલના પગારધોરણ પ્રમાણે પગાર આપવામાં આવે તથા નર્સોનું સ્ટાઈપેન્ડ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details